રાજસ્થાનના ઉદેપુરમાં નુપુરશર્માન વિવાદિત નિવેદનના સમર્થનમાં ગતરોજ એક ટેલરની ગળું કાપી નિર્મમ હત્યા કરવામાં આવી હતી જેમાં બે કટ્ટરપંથી યુવાનો માપ આપવાના બહાને ટેલરની દુકાને પહોંચ્યા હતા અને દરજી કનૈયાકુમાર કંઇ સમજે તે પહેલા છરાના ઘા મારી ગળું કાપી નિર્દયતા પૂર્વક હત્યા નિપજાવી હતી જેને લઇ સમ્રગ રાજસ્થાનમાં આ હત્યા બાદ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ જેવી મળી હતી અને આ હુમલાની કેટલાક મુસ્લિમ નેતાઓ તેમજ સમાજ આગેવાનો દ્રારા પણ નિંદા કરવામાં આવી હતી આ હુમલાખોરોની ઉદેપુર પોલીસે ગતરાત્રે ધરપકડ કરી હતી જેમાં હત્યારાઓની પૂછપરછ દરમિયાન પાકિસ્તાન કનેકશન સામે આવ્યો છે. તેમજ રાજસ્થાન જુદા જુદા જિલ્લાઓમાં હત્યાને લઇ હિન્દુ સમાજ દ્રારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે.
રાજસંમદ ભીમ વિસ્તારમાં પોલીસ પર પણ હુમલાની ઘટના પ્રકાશમાં આવી છે લોકો આ વિસ્તારમાં ઉદેપુરમાં બનેલી ઘટનાને પગલે વિરોધ કરી રહ્યા હતા તે દરમિયાન પોલીસે તેમને અટકાવાનો પ્રયાસ કરતા ટોળા સામેલ લ કેટલાક પ્રદર્શનકારીઓ પોલીસ પર તલવાર વડે હુમલા કર્યો હતો જેના પગલે ગંભીર ઇજા પામેલા પોલીસને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડાયો છે, તેમજ પોલીસ દ્રારા રાજસ્થાનમાં ઘટના બાદ શાંતિ ન ડહોળાય તેના પર ખાસ નજર રાખવામાં આવી રહી છે રાજસ્થાન પોલીસ દ્રારા સોશિયલ મિડિયા વાંધાજનક પોસ્ટ ટિવટ , ટિપ્પણી, અને ભડકાઉ નિવેદન આપતા એકાઉન્ટ સામે બાજ નજર રાખવામાં આવી રહી છે તેમજ પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયાો હતો જયાં પોલીસે ટીયર ગેસ છોડ્યા હતા જ્યારે પ્રદર્શનકારીઓએ સામે પથ્થરમારો કર્યો હતો. એસપી સુધી ચૌધરીએ જણાવ્યું કે, ઉપદ્રવીઓમાંથી અંદાજે 40 લોકોની ધરપકડ કરવામાં આવી છે. હવે આ આખો કેસ ઈન્વેસ્ટિગેશન એજન્સી NIAએ તેમના હાથમાં લીધો છે. કનૈયાલાલના અંતિમયાત્રા મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા અને પરિવારોનો હૈયાફાટ રૂદન જોવા મળ્યો હતો કનૈયાલાલની અંતિમ યાત્રામાં ઉદયપુરમાં સજ્જડબંધ રાખી બંધના સમર્થનમાં જોડાયા હતા.