હાલ રાજ્યમાં માથું ફાડે તેવી કાળઝાળ ગરમીને લઇ લોકોનો ગુસ્સો પણ સાતમાં અસામાને પહોંચ્યુ છે. ઉલ્લેખનીય છે કે આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટની મુલાકાતે આવ્યા હતા તે પહેલા રાજકોટમાં બંદોબસ્તમાં રહેલી પોલીસ અને પત્રકારો વચ્ચે કોઇ બાબતને લઇ ઘર્ષણની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં બંદોબસ્તમાં રહેલા પોલીસના ઉચ્ચઅધિકારીએ પત્રકાર સાથે ગેરવર્તૂણક વર્તન કરતા મામલો બિચક્યો હતો રાજકોટ ઝોન -1 ડીસીપી પ્રવીણ કુમાર મીણાએ પત્રકારનો કાંઠલો પકડી ધક્કો માર્યો હતો જેને પત્રકારોએ ભારે હોબાળો મચાવ્યો હતો જેમા ડીસી પી કહ્યુ કે મડિયા અહિયા કેવી રીતે પહોંચ્યો તે મામલને લઇ પોલીસ અધિકારી અને પત્રકાર વચ્ચે ધર્ષણ સર્જાયુ હતુ જેમાં ડી સી પી પ્રવીણ કુમાર મીણાએ પત્રકારોને ડિટેઇન કરવા સુધીની ઘમકી આપી હતી અને સમ્રગ મામલો ગરમાતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ બાબતે અંગે દુખ વ્યકત કર્યુ હતુ
ઉલ્લેખનીય છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ડીમ પ્રોજેકટ હિરાસર એરપોર્ટે કામીગીરીનું નિરીક્ષણ કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટ મુલાકાતે આવી રહ્યા છે તેવા સમાચારને લઇ પત્રકારો CMના આ પ્રવાસને લઇ કવરેજ માટે પહોંચ્યા હતા જયાં આ લોકો અહિયાં કેવી રીતે પહોંચી ગયા તેવુ પત્રકારોને કહી તેમની સાથે ડીસીપ પ્રવીણ કુમાર મીણાએ અણછાજંતુ વર્તન કર્યુ હતુ ત્યાર બાદ પત્રકારો અને પોલીસ અધિકારીઓ વચ્ચે આ બાબાતે ઉગ્ર બોલાચાલી થઇ હતી જયા ડીસીપીએ પત્રકારોને ડિટેઇન કરવાની ધમકી આપી હતી આ સમ્રગ ઘટનાની જાણ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને થતા આ ઘટનાને ખૂબ જ દુખદ ગણાવી હતી પોલીસ અધિકારીના ગેરવર્તણૂંક વર્તનને લઇ પત્રકારોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો.
કેમ પોલીસ અધિકારીઓ હવે પત્રકારને પણ ગાંઠતા નથી ?
હવે બંધારણના ચોથા સ્તંભ સમાન પત્રકારો જોડે પોલીસ અધિકારીઓ મદ આવી કરી રહ્યા છે અણબનાવ ?
?આખરે કેમ પ્રવિણકુમાર મીણાને ગુસ્સો કેમ આવ્યો? તેવા તમામ સવાલો ઉઠી રહ્યા છે.