તમિલનાડુના કુડ્ડલોર જિલ્લાના એક ગામમાં, ધોરણ 11ની એક છોકરીએ છોકરાને જન્મ આપ્યો અને તેને તેની શાળાની નજીકની ઝાડીઓમાં છોડી દીધો. તે જ સમયે, પોલીસે કથિત રીતે છોકરીને ગર્ભવતી બનાવનાર ધોરણ 10ના છોકરાને કસ્ટડીમાં લીધો છે. ગુરુવારે સરકારી ગર્લ્સ હાયર સેકન્ડરી સ્કૂલમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીએ ઝાડીઓમાં નવજાત શિશુની લાશ જોઈને મદદનીશ મુખ્ય શિક્ષકને જાણ કરી હતી.
તમિલનાડુમાં 11મા ધોરણમાં ભણતી છોકરીએ બાળકને જન્મ આપ્યો
જે બાદ તેણે પોલીસને આ અંગે જાણ કરી હતી. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, માહિતી મળ્યા પછી, પોલીસની એક ટીમ શાળાએ પહોંચી, બાળકના મૃતદેહને બહાર કાઢ્યો અને તેને પોસ્ટમોર્ટમ માટે ચિદમ્બરમની કામરાજ સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યો.
પોલીસને શંકા છે કે એક સ્કૂલની છોકરીએ સ્કૂલના ટોયલેટમાં બાળકને જન્મ આપ્યો અને તેને ઝાડીઓમાં ફેંકી દીધો. બાદમાં પોલીસ તપાસ દરમિયાન એક વિદ્યાર્થીનીએ બાળકને જન્મ આપીને ઝાડીમાં ફેંકી દીધાની કબૂલાત કરી હતી. યુવતીએ પોલીસને જણાવ્યું કે તેનો બોયફ્રેન્ડ, જે ગામની એક ખાનગી શાળામાં ધોરણ 10માં અભ્યાસ કરતો હતો, તે તેની ગર્ભાવસ્થા માટે જવાબદાર છે.
પોલીસે છોકરા સામે ગુનો નોંધી તેને કસ્ટડીમાં લીધો હતો
આ પછી, પોલીસે છોકરા વિરુદ્ધ અનેક કલમો હેઠળ કેસ નોંધ્યો અને તેને કસ્ટડીમાં લીધો. ત્યારબાદ પોલીસે છોકરાને જુવેનાઈલ જસ્ટિસ બોર્ડ સમક્ષ રજૂ કર્યો, જ્યાંથી તેને ઓબ્ઝર્વેશન હોમમાં મોકલવામાં આવ્યો.