CM Kejriwal: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને રાહત વચ્ચે આજે મોટો ઝટકો લાગ્યો છે. રાઉઝ એવન્યુ કોર્ટે CBI કેસમાં અરવિંદ કેજરીવાલની ન્યાયિક કસ્ટડી 25 જુલાઈ સુધી લંબાવી છે. આ પહેલા આજે સુપ્રીમ કોર્ટે કથિત એક્સાઇઝ પોલિસી કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં સીએમ અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન મંજૂર કર્યા છે. જોકે, સીબીઆઈ દ્વારા નોંધાયેલા કેસને કારણે અરવિંદ કેજરીવાલ હજુ પણ જેલમાં રહેશે.
તમને જણાવી દઈએ કે સીબીઆઈએ કથિત એક્સાઈઝ પોલિસી કૌભાંડ સંબંધિત ભ્રષ્ટાચારના કેસમાં 26 જૂને કેજરીવાલની ધરપકડ કરી હતી.
ED કેસમાં જામીન મળ્યા બાદ પણ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હજુ પણ જેલમાં જ રહેશે,
કારણ કે તેમને CBI કેસમાં જામીન મળ્યા નથી. સીબીઆઈએ કથિત એક્સાઈઝ પોલિસી કૌભાંડ સંબંધિત ભ્રષ્ટાચારના કેસમાં તેમની ધરપકડ કરી હતી. આ કેસમાં આજે રાઉઝ એવન્યુ કોર્ટે સીએમ કેજરીવાલને મોટો ઝટકો આપ્યો છે. આજે રાઉઝ એવન્યુ કોર્ટે સીબીઆઈ દ્વારા ધરપકડના કેસમાં અરવિંદ કેજરીવાલની ન્યાયિક કસ્ટડી 25 જુલાઈ સુધી લંબાવી છે, આવી સ્થિતિમાં અરવિંદ કેજરીવાલને જેલમાં જ રહેવું પડશે.
આ પહેલા સુપ્રીમ કોર્ટે ED કેસમાં કેજરીવાલને વચગાળાના જામીન આપ્યા છે. સીએમ કેજરીવાલે EDની ધરપકડને પડકારતી અરજી દાખલ કરી હતી, જેની સુનાવણી આજે થઈ અને કેજરીવાલને જામીનનો આદેશ પણ મળ્યો. ઈડીએ મની લોન્ડરિંગ કેસમાં 21 માર્ચે કેજરીવાલની ધરપકડ કરી હતી.