- મોદીના અન્ય એક 500 રૂપિયાના પોસ્ટરની હરાજી પણ 1 કરોડ રૂપિયામાં થઈ
- પીએમ મોદીની ગિફ્ટની હરાજી 3 ઓક્ટોબર સુધી ચાલશે
- હરાજીમાં ભેગી થયેલી રકમ નમામિ ગંગે અભિયાનમાં ડોનેટ કરવામાં આવશે
દિલ્હી: હાલ પીએમ મોદીને ભેટમાં આપેલી ગિફ્ટની ઓનલાઇન હરાજી ચાલી રહી છે. આ હરાજીમાં હાલમાં જ ચાંદીના કળશ અને પીએમ મોદીના એક પોસ્ટરની મસમોટી કિંમત મળી છે. આ બંને વસ્તુનું 1 કરોડ રૂપિયામાં ઈ-ઓક્શન થયું છે.
સીએમ રૂપાણીની ભેટ
આ ચાંદીનો કળશ પીએમ મોદીને ગુજરાતના મુખ્યમંત્રી સીએમ રૂપાણીએ ભેટમાં આપ્યો હતો. 1 કરોડમાં હરાજી થયેલા આ કળશની મૂળ કિંમત 18 હજાર રૂપિયા છે. બે પીસના આ કળશને નેશનલ ગેલેરી ઓફ મોડર્ન આર્ટમાં રાખવામાં આવ્યો હતો.
500 રૂપિયાના પોસ્ટરની હરાજી 1 કરોડ રૂપિયામાં
આ કળશ ઉપરાંત પીએમ મોદીના અન્ય એક પોસ્ટર હરાજી પણ 1 કરોડ રૂપિયામાં વેચાયું છે. આ પોસ્ટરની બેઝ કિંમત 500 રૂપિયા છે. આ વર્ષે જાન્યુઆરી મહિનામાં પીએમ મોદીને મળેલી 1800 ગિફ્ટનું ઓનલાઇન ઓક્શન કરવામાં આવ્યું હતું. હાલ ચાલી રહેલ હરાજી www.pmmementos.gov.in પર 3 ઓક્ટોબર સુધી ચાલશે.
ઉલ્લેખનીય છે કે, હરાજીમાં પીએમ મોદીની ભેટની મળેલી તમામ રકમ નમામિ ગંગે અભિયાનમાં ડોનેટ કરવામાં આવશે.