ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના જાહેર સુનાવણી અધિકારી મોતીલાલ સિંહનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું છે. જ્યારે પત્ની અને ડ્રાઈવરને ઈજા થઈ છે. પત્નીને ગોરખપુરની મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવી છે. આ દુર્ઘટના બસ્તી જિલ્લા નજીકના મુંદરવા પોલીસ સ્ટેશનના NH 28 ખજૌલાની છે, જ્યાં મોતીલાલ સિંહની કાર એક ઝાડ સાથે અથડાઈ હતી, જેમાં તેમનું મૃત્યુ થયું હતું.
