તામિલનાડૂના 9 નેત્રહીન દિવ્યાંગોએ 18 વિદ્યાર્થી અને કિન્નર સમુદાયની મદદથી શણની બેગ બનાવી હતી. તેને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડમાં સૌથી મોટી શણની થેલીના રૂપમાં જગ્યા મળી છે. દિવ્યાંગોનો હેતુ પર્યાવરણની સુરક્ષા અને પ્લાસ્ટિક બેગના ઉપયોગના વિરોધમાં લોકોને જાગૃત કરવા માંગે છે.
આ શણની થેલી 65 ફૂટ ઉંચી અને 33 ફૂટ પહોળી છે. હેન્ડલ વગરની આ થેલીને સીવવા માટે પાંચ કલાક લાગ્યા હતા. કાર્યક્રમ સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ સ્કૂલ ઓફ ટેક્સટાઈલ્સ એન્ડ મેનેજમેન્ટમાં શુક્રવારે આયોજીત કરવામાં આવી હતી.
થેલીની સિલાય કરવામાં ટ્રાન્સજેન્ડર સમુદાય અને તામિલનાડુ ટેક્નિકલ ઈન્સ્ટીટ્યૂટની કોઈમ્બતૂર જીલ્લાના સદસ્યોએ નેત્રહીનોની મદદ કરી હતી.થેલીને વર્લ્ડ રેકોર્ડમાં જગ્યા મળવા પર 34 વર્ષના સંતોષ ચંદ્રને કહ્યુ, આ ક્યારેય ન વીસારાઈ તેવી ક્ષણ હતી. સૌથીમોટી શણની થેલી બનાવવામાં તેઓ પણ સામેલ હતા. આ જોઈને માતા-પિતા ઘણા ખુશ થયા હતા.