Colonel Sophia Remark case મધ્યપ્રદેશના મંત્રી વિજય શાહ વિરુદ્ધ કેસમાં સુપ્રીમ કોર્ટે તપાસ ચાલુ રાખવાનો આદેશ આપ્યો
Colonel Sophia Remark case મધ્યપ્રદેશ સરકારના મંત્રી વિજય શાહ દ્વારા કર્નલ સોફિયા કુરેશી અંગે કરાયેલા વિવાદાસ્પદ નિવેદનના કેસમાં સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ૧૯ મેના રોજ જસ્ટિસ સૂર્યકાંતની અધ્યક્ષતા હેઠળની બેન્ચે રાજ્યના ડીજીપીને ત્રણ વરિષ્ઠ આઈપીએસ અધિકારીઓની એક વિશેષ તપાસ ટીમ (SIT) રચી, તપાસ હાથ ધરવાનું આદેશ આપ્યો હતો. હવે, 28 મેના રોજ સુપ્રીમ કોર્ટે કહ્યું કે હાઈકોર્ટમાં ચાલી રહેલી સુનાવણીને સ્થગિત કરવામાં આવે અને સમગ્ર મામલે એનું ધ્યાન કેન્દ્રિત રહે.SIT એ રજૂ કર્યો પ્રાથમિક રિપોર્ટ, તપાસ ચાલુ રહેવા દઈ
SIT એ મંગળવારે રજૂ કરેલા રિપોર્ટમાં જણાવ્યું છે કે તપાસ હાલમાં શરૂઆતના તબક્કામાં છે. ટીમે ઘટનાસ્થળની મુલાકાત લીધી છે, કેટલાક સાક્ષીઓના નિવેદન નોંધ્યા છે અને એક મોબાઇલ ઉપકરણ જપ્ત કરાયું છે. ઉપરાંત, વિજય શાહના વિવાદાસ્પદ ભાષણની ટ્રાન્સક્રિપ્ટ પણ તૈયાર કરવામાં આવી છે. SIT એ વધુ સમયની માગ કરી છે, જેને કોર્ટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે SIT ને જુલાઈના ત્રીજા અઠવાડિયા પહેલા નવો સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવાનો આદેશ આપ્યો છે.
હાઈકોર્ટમાં સુનાવણી પર રોક: “સમાંતર કાર્યવાહી અનાવશ્યક”
સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે જ્યારે એ જ મામલે તેની પાસે પહેલેથી સુનાવણી ચાલુ છે, ત્યારે હાઈકોર્ટમાં ચાલતી સમાંતર કાર્યવાહી યોગ્ય નથી. તેથી હાઈકોર્ટની કાર્યવાહી હાલ માટે સ્થગિત રાખવામાં આવી છે.
માફી નકારી કાઢી: “વિજય શાહના વર્તનમાંથી પસ્તાવાની ભાવના દેખાતી નથી”
સુપ્રીમ કોર્ટે વિજય શાહની માફી નકારી હતી. અગાઉની સુનાવણીમાં કોર્ટે કડક વલણ દાખવ્યું હતું અને જણાવ્યું હતું કે શાહના વર્તનથી એવું જણાતું નથી કે તેઓને પસ્તાવો છે. છતાં, 19 મેના વચગાળા આદેશ મુજબ તેમની હાલ ધરપકડ કરવામાં નહીં આવે.
કોર્નલ સોફિયા remark મામલે સુપ્રીમ કોર્ટ દ્વારા તેજ તપાસના નિર્દેશો આપવામાં આવ્યા છે. સરકારના મંત્રી હોવા છતાં વિજય શાહની માફીનો ઇનકાર અને SIT દ્રારા ગંભીર તપાસના આદેશો દર્શાવે છે કે કોર્ટ આ પ્રકારના નિવેદનોને લઈને ગંભીર છે. હવે, જુલાઈમાં સુનાવણી દરમિયાન વધુ મુદ્દાઓ પ્રકાશમાં આવી શકે છે.