પંજાબમાં CM ભગવંત માનની સરકારની પ્રથમ કેબિનેટની મીટિંગ ખતમ થઈ ગઈ છે. તેમાં પંજાબના યુવાનોને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. માન સરકારે પંજાબમાં 25 હજાર સરકારી નોકરીને મંજૂરી આપી દીધી છે.
Punjab Chief Minister Bhagwant Mann's first Cabinet meeting begins in Chandigarh pic.twitter.com/ZSEHoNWaTX
— ANI (@ANI) March 19, 2022
25 હજાર સરકારી નોકરી, એક મહિનામાં ભરતી શરૂ થઈ જશે
CM ભગવંત માને કહ્યું કે, ચૂંટણીમાં અમે વચન આપ્યું હતું કે, બેરોજગારી દૂર કરવા માટે ચાલશે. યુવા વિદેશો તરફ ભાગી રહ્યા છે. પ્રથમ મીટિંગમાં જ અમે અમારું વચન પુરુ કરતા 25 હજાર સરકારી નોકરીના એજન્ડાને કેબિનેટ પાસ કર્યું છે.