અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્ઘારા શહેરના જુદા-જુદા વિસ્તારોમાં ચાલી રહેલા મંથરગતિએ વિકાસ કાર્યોને વેગવાન બનાવવા ફરી એકવાર સફાળી જાગી છે.જયારે જયારે ઘોડા છુટ્યા બાદ તબેલામાં તાળા મારવાનો વારો આવતો હોય તે પ્રકારના અણઘડ અયોજન છાપ સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનએ લોકોમાં મજબૂત છાપ બનાવી છે. ચોમાસા પહેલા દરેક વોર્ડમાં ચાલી રહેલા વિકાસના કામોને પૂર્ણ કરવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્ગારા તમામ વોર્ડના અધિકારીઓને આદેશ અપાયા છે.અમદાવાદ રોડ-રસ્તા ડ્રેનજ કામગીરી પર વધુ ભાર મૂકવામાં આવે શહેરના નીચણાવાળા વિસ્તારમાં ચોમાસા દરમિયાન પાણી ભરવાના ઝડપી નિકાલ લાવવા ખાસ સૂચનો આપવામાં આવ્યા છે.થોડાક સમય પહેલા હાઇકોર્ટને કોર્પોરેશનની ટકોર બાદ મ્યુનિસિપલ કમિશનર હરકતમાં આવ્યા હતા અને તમામ અધિકારીઓને ગ્રાઉન્ડ રિયાલીટી ચેક એસી ચેમ્બરમાંથી બહાર નીકળી જમીન સ્તર પર કામ કરવાના આદેશ અપાયા હતા જેમાં ચાર દિનની ચાંદની પછી અંધેરી રાત્રિ જેવો ઘાટ સર્જાયો હતો
