ભોપાલમાં ડીજી સ્તરના એક પોલીસ અધિકારી પર તેમની પત્નીને ક્રૂરતાથી મારઝૂડ કરવાનો આરોપ લાગ્યો છે. મારઝૂડનો વીડિયો સોશિયલ મીડયા પર વાઈરલ થયો છે. જેમાં અધિકારી તેમની પત્ની સાથે ખરાબ રીતે મારઝૂડ કરતા જોવા મળી રહ્યા છે. ઘટનાસ્થળે કામ કરતા બે લોકો પણ હાજર છે. આ વીડિયો સ્પેશ્યલ ડિજી પોલીસ અભિયોજન પુરુષોત્તમ શર્માના ઘરનો છે. તેમના દીકરાએ આ વીડિયો ગૃહમંત્રી, ડીજીપી, મુખ્ય સચિવ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓને મોકલ્યો છે. દીકરાએ પિતા વિરુદ્ધ કડક કાર્યવાહીના માંગી પણ કરી છે. તો આ તરફ શર્માએ કહ્યું કે, હું રાક્ષસ છું, તો મારી પત્નીએ ફરિયાદ કરવી જોઈએ. મારી પર આ પ્રકારનો પહેલી વખત આરોપ લાગ્યો છે. તે મારી પાછળ પડી ગઈ છે. તો આ તરફ આ મામલો રાજ્ય મહિલા પંચ સુધી પહોંચી ગયો છે. અધ્યક્ષ શોભા ઓઝાએ કહ્યુ કે, અમે DGનો નોટિસ આપીશું. ભાસ્કરે આ મામલામાં પુરુષોત્તમના દીકરા અને પત્ની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો તો તેમને ફોન ઉપાડ્યો નથી અને ના તો કોઈ મેસેજનો જવાબ આપ્યો છે. મળતી માહિતી પ્રમાણે, અધિકારી તેમની કોઈ મહિલા મિત્રના ઘરે ગયા હતા, જ્યાં તેમની પત્ની અચાનક પહોંચ્યા હતા. તેમને પતિને રંગે હાથે ઝડપી લીધા હતા. ત્યારપછી પત્ની બપોરે જ્યારે ઘરે પહોંચી, તો શર્માએ તેમની સાથે મારઝૂડ કરી.તેમને ધમકાવ્યા કે તે તેમના અંગત મામલામાં વચ્ચે ન પડે. મારઝૂડનો વીડિયો તેમના ઘરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો. દીકરાને જ્યારે ઘટનાની જાણ થઈ, તો ઘટનાનો વીડિયો વરિષ્ઠ અધિકારઓને મોકલી દીધો. પહેલો વીડિયો 7.13 મિનીટનો અને બીજો 4.47 મિનીટનો છે.