સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)એ તેના ગ્રાહકોને KYC પૂરું કરવાનું કહ્યું છે. આ માટેની છેલ્લી તારીખ 28 ફેબ્રુઆરી, 2020 છે. જો કોઈ ગ્રાહક KYC ન કરાવે તો તેના બેંક ખાતાનું ટ્રાન્ઝેક્શન અટકાવી દેવામાં આવશે. ભારતીય રિઝર્વ બેંક (RBI)એ તમામ બેંક ખાતાઓ માટે KYC ફરજિયાત બનાવી દીધું છે. SBIએ કહ્યું છે કે, કૃપા કરીને નવીનતમ KYC ડોક્યૂમેન્ટ્સ સાથે તમારી એસબીઆઇ શાખાનો સંપર્ક કરો. KYC પૂરું ન થયું તો ભવિષ્યમાં તમારા ખાતાંમાંથી થતી લેવડ-દેવડ અટકાવી દેવામાં આવી શકે છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)એ તાજેતરમાં KYC નિયમોમાં ફેરફાર કર્યા છે. આ હેઠળ, આધાર બેઝ્ડ વીડિયો કસ્ટમર આઇડેન્ટિફિકેશન પ્રોસેસ (V-CIP)ને મંજૂરી આપવામાં આવી છે. હવે બેંકો, NBFC અને અન્ય લોન આપતી સંસ્થાઓ વીડિયો બેઝ્ડ આઇડેન્ટિફિકેશન પ્રોસેસનો ઉપયોગ KYC માટે કરી શકાશે. આ માટે હવે લોકોએ KYC માટે બેંકો અથવા અન્ય સંસ્થાઓમાં જવું નહીં પડે.
વીડિયો KYC કેવી રીતે થશે?
- આ નવી સુવિધા અંતર્ગત અંતરિયાળ વિસ્તારોમાં રહેતા નાણાકીય સંસ્થાઓના અધિકારીઓ પાન અથવા આધારકાર્ડ અને કેટલાક પ્રશ્નો દ્વારા ગ્રાહકને ઓળખવામાં સમર્થ હશે.
- વીડિયો કોલનો ઓપ્શન ફક્ત સંબંધિત બેંક અથવા સંસ્થાના ડોમેન પર જ ઉપલબ્ધ હશે. ગ્રાહકો થર્ડ પાર્ટી સોર્સ જેવા કે ગૂગલ ડ્યુઓ અથવા વ્હોટ્સએપ કોલ્સ અથવા કોઈપણ અન્ય માધ્યમથી વીડિયો કોલ નહીં કરી શકે.
- આધાર બેઝ્ડ વીડિયો કસ્ટમર આઇડેન્ટિફિકેશન પ્રોસેસ હેઠળ, નાણાકીય સંસ્થાઓના અધિકારીઓ પાન અથવા આધારકાર્ડના આધારે કેટલાક પ્રશ્નો દ્વારા ગ્રાહકની ઓળખ ચકાસી શકશે. આ સાથે, એજન્ટે પણ જીઓ-કોર્ડિનેટ્સ હેઠળ પુષ્ટિ કરવી પડશે કે ગ્રાહક દેશમાં જ છે.