ભૂજના યુનિવર્સિટી ગ્રાઉન્ડથી વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ઉદઘાટન વડાપ્રધાને કર્યા હતા. આ દરમિયાન વડાપ્રધાને કહ્યું કે, એક સમય એવો હતો જ્યારે ગુજરાત એક પછી એક કટોકટીનો સામનો કરી રહ્યું હતું.જ્યારે ગુજરાત કુદરતી આફતનો સામનો કરી રહ્યું હતું ત્યારે ષડયંત્રો શરૂ થયા. ગુજરાતને દેશ અને દુનિયામાં બદનામ કરવા માટે અહીં રોકાણ રોકવા માટે એક પછી એક ષડયંત્ર રચવામાં આવ્યું હતું.કચ્છમાં 2001માં તેના સંપૂર્ણ વિનાશ બાદ જે કામ થયું છે તે અકલ્પનીય છે. ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા યુનિવર્સિટીની રચના 2003માં કચ્છમાં કરવામાં આવી હતી, જ્યારે ત્યાં 35થી વધુ નવી કોલેજો પણ સ્થાપવામાં આવી છે
તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું.આજે મારું મન અનેક લાગણીઓથી ભરેલું છે. ભુજમાં સ્મૃતિવન સ્મારક અને અંજારમાં વીર બાલક સ્મારકનું અર્પણ એ કચ્છ, ગુજરાત અને સમગ્ર દેશની સામાન્ય વ્યથાનું પ્રતીક છે. તેના નિર્માણમાં માત્ર પરસેવો જ નહીં પરંતુ અનેક પરિવારોના આંસુએ તેના પથ્થરો પણ સિંચ્યા છે તેમ પીએમ મોદીએ તેમના સંબોધનમાં કહ્યું હતું. આ સાથે તેમણે વધુમાં કહ્યું હતું કે,કોઇએ કલ્પના પણ નહીં કરી હોય કે કચ્છના ઘરે ઘર સુધી પાણી પહોંચવા લાગશે. જ્યાં પાણી કચ્છ જિલ્લા માટે પડકાર હતો, તેની સામે આજે આ સમસ્યા હલ થઇ છે.આ ડબલ એન્જિન સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
મોદીએ ભુજમાં 4,400 કરોડથી વધુના વિકાસકાર્યોનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યા છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિવિધ કરેલા વિવિધ લોકાર્પણથી આ ફાયદો થશે કચ્છનેકચ્છ- ભૂજ બ્રાંચ કેનાલનો થશે ફાયદો થશે. કચ્છના 948 ગામ અને 10 નગરોમાં પીવાનું પાણી પૂરુ પાડવામાં આવશે. 182 ગામના 1 લાખ 10 હજાર હેક્ટરથી વધુ વિસ્તારને મળશે સિંચાઈનો લાભ મળશે. શાખા નહેરની કુલ લંબાઈ 357.185 કિ.મી. છે. જેમાં નહેરની વહનક્ષમતા 120 ઘન મીટર પ્રતિ સેકન્ડ છે જેનાથીરાપર, ભચાઉ, અંજાર ગાંધીધામ, મુન્દ્રા અને માંડવી તાલુકામાંથી પસાર થાય છે.ડિઝાઈન નિષ્ણાતો દ્વારા અત્યાધુનિક ભૂકંપપ્રૂફ કેનાલનું નિર્માણ કેનાલમાંથી પણ વીજ ઉત્પાદન કરવાનું આયોજન 3 ફોલ અને 3 પમ્પિંગ સ્ટેશન સાથેની અદભૂત એન્જિનિયરિંગ તકનીક છે. વોટર કેનાલ બેડ પાવર હાઉસથી થશે. 23 મેગાવોટથી વધુ વીજ ઉત્પાદન અભયારણ્યમાં ઘુડખર કેનાલ પાર કરી શકે તે માટે ખાસ રસ્તાનું નિર્માણ કરાશે. ઘુડખરની સુરક્ષા માટે કેનાલની બંને બાજુ બેરીકેડીંગ-ફેન્સીંગ કરાશે. કેનાલથી જિલ્લાના ખેડૂતોને સંપૂર્ણ લાભ થશે.