ભાજપના સાંસદ કિરણ ખેરે ચંદીગઢમાં સામુહિક બળાત્કાર મુદ્દો એક નિવેદન આપ્યુ હતુ. જોનીથી વિવાદ થયો છે. કિરણ ખેરે તેમના નિવેદનમાં કહ્યુ કે છોકરીઓએ ક્યોરા પણ કોઇ જગ્યાએ એકલા જવું ના જોઇએ ઓટોરીક્ષામાં વિચારીને બેસવુ જોઇએ. જ્યારે પણ ઓટે રીક્ષામાં 3-4 પુરુષો હોય ત્યારે એવી રીક્ષામાં બેસવુ જ ના જોઇએ
– કિરણ ખેરે એક પત્રકાર પરિષદ યોજી હતી. જેમા તેમણે કહ્યુ કે હુ મારી છોકરીઓને શીખામણ આપુ છુ કે બેટા જ્યારે રીક્ષાઓમાં પુરુષો બેઠા હોય ત્યારે તે રીક્ષામાં બેસવુ નહિ જ્યારે હુ પણ નાની હતી ત્યારે ખુબ જ સાવચેતી રહેતી હતી.
– વાત જાણે એમ હતી કે કિરણ ખેર છોકરીઓને સાવધાન રહેવા સલાહ આપવા માંગતા હતા પણ તેમના નિવેદનથી વિવાદ ઉભો થયો છે.
– 20 નવેમ્બરે ચંદીગઢના મોહલીમાં 22 વર્ષની છોકરી સાથે સામુહિક બળાત્કાર થયો હતો. પીડિતા ઓટો રીક્ષામાં બેઠી હતી. પોલિસે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. 29 નવેમ્બરે કોર્ટે 2 દિવસ માટે રીમાન્ડ મંજુર કર્યા છે. કેસની વધુ સુનાવણી 1 ડિસેમ્બરે થશે.