નવી દિલ્હી : કોરોના ચેપના મામલે ભારત વિશ્વમાં બીજા સ્થાને છે, જ્યારે તે રિકવરી દરમાં પ્રથમ ક્રમે છે. ભારતમાં કોરોના દર્દીઓની સંખ્યા 56 લાખને વટાવી ગઈ છે. કોરોનાને કારણે દેશમાં અત્યાર સુધી 90020 લોકોએ જીવ ગુમાવ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય અનુસાર, ભારતમાં રિકવરી દર લગભગ 89% જેટલો છે. દેશના અત્યાર સુધીમાં 4587613 લોકો કોરોના (કોવિડ -19) ને હરાવીને સાજા થયા છે.
22 સપ્ટેમ્બર સુધી 6,62,79,462 નમૂનાઓ તપાસ્યા
COVID-19 Testing Update. For more details visit: https://t.co/dI1pqvXAsZ @MoHFW_INDIA @DeptHealthRes #ICMRFIGHTSCOVID19 #IndiaFightsCOVID19 #CoronaUpdatesInIndia #COVID19 pic.twitter.com/BrH66c6cZv
— ICMR (@ICMRDELHI) September 23, 2020
આરોગ્ય મંત્રાલય દ્વારા 23 સપ્ટેમ્બર, બુધવારે સવારે 8 વાગ્યા સુધીના કોરોના ડેટા બહાર પાડવામાં આવ્યો છે
દેશમાં અત્યાર સુધીમાં કોરોના દર્દીઓની કુલ સંખ્યા – 5646010
ભારતમાં કોરોનાથી મૃત્યુઆંક – 90020
દેશમાં અત્યાર સુધીમાં સાજા થયેલા દર્દીઓની સંખ્યા – 4587613
દેશમાં હાલમાં કુલ સક્રિય કેસની સંખ્યા – 968377