નવી દિલ્હીઃ દેશમાં કોરોનાથી સંક્રમિત દર્દીઓનો ગ્રાફ ભલે ઝડપથી નીચે આવી રહ્યો છે પરંતુ ખતરો હજુ પણ ઓછો થયો નથી. સંક્રમણના નવા કેસો ભલે ઘટી રહ્યા છે પરંતુ 24 કલાકમાં નોંધાતા મૃત્યુના આંકડા ચિંતા વધારનારા છે. હજુ પણ દેશમાં એક દિવસમાં 4 હજારથી વધુ દર્દીઓનાં મોત થઈ રહ્યા છે.
24 મેના રોજ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 2,22,315 નવાપોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19ના કારણે 4,454 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 2,67,52,447 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 19,60,51,962 લોકોને કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે.
24 મેના રોજ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 2,22,315 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19ના કારણે 4,454 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 2,67,52,447 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 19,60,51,962 લોકોને કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે.
કોવિડ-19ની મહામારી સામે લડીને 2 કરોડ 37 લાખ 28 હજાર 11 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 3,02,544 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 27,20,716 એક્ટિવ કેસ છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ 3,03,720 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ સોમવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, 23 મે સુધીમાં ભારતમાં કુલ 33,05,36,064 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે રવિવારના 24 કલાકમાં 19,28,127 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.