કોરોના વાઇરસ ના કેસમાં ભારતમાં વધારો થઈ રહ્યો છે. કોવિડ-19થી થનારા બદતર હાલાતોને જોતા સ્વાસ્થ્ય મંત્રાલય પોસ્ટ કોવિડ-19 પ્રોટોકોલ જાહેર કર્યો છે. આ પ્રોટોકોલમાં દર્દીની રિકવરી અને કોમ્યુનિટી લેવર ઉપર વાયરસની સ્પીડને ઓછી કરવા માટે બતાવવામાં આવ્યો છે. તેમાં ઈમ્યુનીટી વધારવા માટેના ખાસ નુસખાની પણ જાણકારી દેવામાં આવી છે. ઘરમાં ક્વોરેન્ટાઈન રહીને રિકવર થનારા દર્દીઓ માટે પ્રોટોકોલમાં ઘણી મહત્વની વાતો શામેલ છે. પ્રોટોકોલ પ્રમાણે આવા દર્દી માસ્ક, હાથોની સફાઈ, અને રેસ્પિરેટરી હાઈઝીનનો ખાસ ખ્યાલ રાખો. સાથે જ સોશયલ ડિસ્ટેન્સીંગના નિયમોનું પણ ગંભીરતાથી પાલન કરો અને યોગ્ય માત્રામાં ગરમ પાણી પીવો. ઈમ્યુનિટી વધારવા માટે આયુષ મંત્રાલયની દવાઓનો ઉપયોગ કરી શકાય છે. જો સ્વાસ્થ્ય અનુમતિ દે તો નિયમિત રૂપ ઘરેલુ કામ કરવું જોઈએ. ઓફિસનું કામ ધીરે ધીરે શરૂ કરો, આ દરમયાન લોકોને હલ્કા પ્રકારના વ્યાયામ કરવાની પણ સલાહ દેવામાં આવી છે.આ ઉપરાંત સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા માટે દરરોજ યોગાસન, પ્રાણાયમ અને મેડિટેશન કરો. ફિઝિશનયન તેમાં શ્વસન પ્રાણાયમની સલાહ આપે છે.
શારીરિક ક્ષમતા અનુસાર દરરોજ મોર્નિંગ વોક અને ઈવનિંગ વોક ઉપર જાઓ.પોતાના પૌષ્ટિક આહારને બેલેન્સ કરો. તાજું પાકેલું અને નરમ ખાવાથી સરળતાથી પચાવી શકાય છે. પર્યાપ્ત નીંદર અને આરામ ઉપર ધ્યાન આપો, આલ્કોહોલ કે ધુમ્રપાનનું સેવાન ના કરો. ઘરમાં રહેતા પોતાના સ્વાસ્થ્યનું સારી રીતે મોનિટર કરો. ખાસ કરીરને શરીરનું તાપમાન, બ્લડપ્રેશર, બ્લડશુગર અને પલ્સ ઓક્સીમેટ્રીની જાણકારી રાખો.જો સુકી ઉધરસ અને ગળામાં ખરાશ હોય તો મીઠાના પાણીથી ગરારા કરો અને સ્ટીમ લો. સ્ટીમ લેવા માટે પાણીમાં જડીબુટીઓનો ઉપયોગ કરો. ઉધરસમાં ડોક્ટર કે આયુષ મંત્રાલયના ક્વોલિફાઈડ પ્રેક્ટીશનરની સલાહ ઉપર જ દવા લો. તાંવ, શ્વાસમાં તકલીફ, હૃદયમાં દુઃખાવો અને નબળાઈ જેવા કોરોનાના શરૂઆતના લક્ષણો ઉપર ધ્યાન આપો.નવા પ્રોટોકોલમાં ઈમ્યુનિટી વધારવાના નુશખા પણ બતાવવામાં આવ્યાં છે. તેના માટે આયુષ મંત્રાલયની દવાઓનો ઉપયોગ કરી શકો છો. એક કપમાં દરરોજ આયુષ ક્વાથ ભેળવીને પીઓ.
દિવસમાં બે વખત 1-1 ગ્રામ સંશમની વટી લઈ શકો છો. 1-3 ગ્રામ ગિલોય પાઉડરને પાણીમાં ભેળવીને 15 દિવસ સુધી પીવો. દિવસમાં 1 ગ્રામ અશ્વગંધા કે 1-3 ગ્રામ અશ્વગંધાનો પાઉડર દિવસમાં બે વખત 15 દિવસ સુધી લઈ શકો છો.સુકી ઉધરસ થવા ઉપર 1-3 ગ્રામ મુલેઠી પાઉડર પાણીની સાથે દિવસમાં બે વખત લો. સવારે અને સાંજે ગરમ દુધમાં અડધી ચમચી હળદર ભેળવીને પીઓ. ઉધરસમાં આરામ માટે પાણીમાં હળદર અને મીઠુ ભેળવો, દરરોજ સવારે એક ચમચી ચ્યવનપ્રાશનું સેવન કરો.રિકવર થયા બાદ સોશયલ મીડિયા, ધાર્મિક ગુરૂઓ, સમૂદાયના નેતાઓ દ્વારા પોતાના સકારાત્મક અનુભવો દોસ્તો અને સંબંધીઓ સાથે શેર કરો અને અફવાહોને દુર કરીને લોકોને જાગરૂક બનાવો. સેલ્ફ હેલ્પ ગ્રુપ્સ, સિવિલ સોસાયટી ઓર્ગેાનઈઝેશન અને ક્વોલિફાઈડ પ્રોફેશનલ્સની મદદ માટે આગળ આવો. યોગ અને મેડિટેશનના ગ્રુપ સેશનમાં ભાગ લો. આ દરમયાન સોશયલ ડિસ્ટેન્સીંગ જેવા નિયમોનું ધ્યાન રાખો.