અનેક લોકોના કોરોના ઇન્સ્યોરન્સ ક્લેમ પાસ નહીં થતા મોંઘવારીનો માર સહન કરવાની સ્થિતિ સર્જાઈ છે.. ગ્રાહક સુરક્ષા પગલા સમિતિમાં અનેક કેસ સામે આવ્યા છે. જેમાં કંપનીઓ દ્વારા અલગ અલગ કારણ આપી ક્લેમ કેન્સલ કર્યા છે અથવા રકમ ઘટાડી દીધી છે. અનેક લોકોએ ગ્રાહક સુરક્ષા ફોરમમાં ફરિયાદી કરી કન્ઝ્યુમર એકટ હેઠળ કોર્ટમાં ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી છે.કારણકે કોરોના કેર વચ્ચે સરકારી હોસ્પિટલમાં બેડ મળતા નહોતા એવામાં લોકોને ખાનગી હોસ્પીટલમાં સારવાર લેવાની ફરજ પડી હતી. ત્યારે હવે ઇન્સ્યોરન્સ કંપની કલેઇમ પાસ કરવામાં ઠાગા ઠૈયા કરી રહી હોવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આ છે જયંતી ભાઈ પટેલ તેમના પૌત્રને કોરોના થતા સારવાર માટે ખાનગી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં અંદાજે ૮૦ હજાર જેટલું બીલ આવ્યું હતું…જે કંપનીમાં ક્લેમ કરતા 48 હજાર કાપી નાખવામાં આવ્યા હતા.
જેના પાછળ કારણ આપવામાં આવ્યું હતું કે એક ઇન્જેક્શનની કિંમત વધારે છે જેથી તેના રૂપિયા નહીં મળે.ગ્રાહક સુરક્ષા ફોરમના સંચાલક જણાવી રહ્યા છે કે અત્યાર સુધી ૨૦૦ જેટલી ફરિયાદ મળી છે અને લગભગ બધાએ કોર્ટનું શરણું લેવાનું નક્કી કર્યું છે. લગભગ કેસમાં જોવા મળ્યું છે કે દર્શાવેલા કરતા ઓછા રૂપિયા કંપની દ્વારા આપવામાં આવી રહ્યા છે. તો ઘણા કેસમાં રૂપિયા જ નથી આપવામાં આવ્યા તો ઘણા કેસમાં એવું જણાવવામાં આવી રહ્યું છે કે તંત્ર દ્વારા હોસ્પિટલને જે રકમ નક્કી કરી હતી તેના કરતા વધારે બીલ બનાવ્યું છે.જેથી વધારાની રકમ નહીં મળે આમ અલગ અલગ કારણોસર રકમ પર કાપ મુકવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા વીમા કંપનીઓને ભલામણ કરી હતી કે દર્દીને કેસલેસ સારવાર મળી રહે તેવો અભિગમ અપનાવવો. પરંતુ ઘણી જગ્યા પર આ પ્રકારે સારવાર આપવામાં આવતી નથી હોસ્પિટલ દ્વારા ડીપોઝીટ મુકાવવામાં આવે છે તો ઘણા કેસમાં ક્લેમની રકમ પુરતી મળતી નથી મરો સામાન્ય માણસનો થઇ રહ્યો છે.