- ભારતની પ્રમુખ દવા કંપની સિપ્લા લિમિટેડએ રેમડેસિવિરની જેનેરિક આવૃતિ ‘સિપ્રેમી’ની ઓફર કરી છે, જેને અમેરિકી દવા નિયામક યૂએસએફડીએએ કોરોના વાયરસના દર્દીઓને ઇમરજન્સીની સ્થિતિમાં આપવાની સ્વિકૃતિ આપી છે.
યૂએસએફડીએએ કોવિડ-19ના દર્દીઓની સારવાર કરાવવા માટે ગિલિયડ સાયન્સને રેમડેસિવિરના ઇમરજન્સી ઉપયોગ માટે ઇયૂએ આપ્યું છે. રેમડેસિવિર એક માત્ર દવા છે, જેને યૂએસએફડીએએ COVID-19ના દર્દીઓની સારવાર માટે ઇમરજન્સી ઉપયોગની સ્વિકૃતિ આપી છે.
ગિલિયડ સાયન્સએ મે મહિનામાં સિપ્લા સાથે રેમડેસિવિરના ઉત્પાદન અને માર્કેટિંગ માટે એક બિન-વિશિષ્ટ લાયસન્સનો કરાર કર્યો હતો. સિપ્લાએ કહ્યું કે તેને ભારત દવા મહાનિયંત્રક (ડીસીજીઆઇ) પાસેથી દવાને ઇમરજન્સી સ્થિતિમાં સીમિત ઉપયોગની અનુમતિ મળી ગઇ છે.