મેડિકલ ઈન્શ્યોરન્સ પોલિસી દર્દીની સારવારમાં હોસ્પિટલમાં જે વસ્તુઓ વપરાય (દા.ત. PPE કિટ) તેનો ખર્ચો નથી ચૂકવતી. કોરોના નહોતો આવ્યો ત્યારે આ શરત સામે ખાસ વાંધો પણ નહોતો. જોકે, હવે તે એક મોટી સમસ્યા બની ગઈ છે. કોરોનાની ટ્રીટમેન્ટમાં ઉપયોગમાં લેવાતી વસ્તુઓની યાદી લાંબી થઈ રહી છે. જેના કારણે ટ્રીટમેન્ટનો ખર્ચો પણ વધી રહ્યો છે. જોકે, તેનો ખર્ચો ઈન્શ્યોરન્સ કંપનીઓ નથી આપી રહી.
નોન-મેડિકલ આઈટમ્સ એટલે શું?
કોરોનાની નોર્મલ ટ્રીટમેન્ટનો ખર્ચો હવે 1-2 લાખ રુપિયા જેટલો થાય છે. જો કોરોના સાથે દર્દીને બીજો કોઈ રોગ હોય તો બિલ 6-7 લાખ રુપિયા સુધી જઈ શકે છે. હોસ્પિટલો કોરોનાના દર્દીની સારવાર માટે ડોક્ટર જે પીપીઈ કિટ પહેરે તેનાથી લઈને તેને ડિસ્પોઝ કરવાનો ખર્ચો તેમજ અન્ય એવી વસ્તુઓ કે જેનો એકવાર યુઝ કરી ફેંકી દેવાની હોય છે, અને તે નોન-મેડિકલ આઈટમમાં આવે છે તેના નામે પણ મોટા ચાર્જ લઈ રહી છે. કઈ-કઈ વસ્તુઓ
મેડિક્લેમમાં સામેલ નહીં?
હોસ્પિટલો માત્ર પીપીઈ કિટ જ નહીં, પરંતુ ટિશ્યૂ પેપર, બેન્ડેજ, ગાઉન, ફુટ કવર, સ્લીપર, ડિસ્પોઝેબલ મોજાં, ચાદર, સિરિંજ, માસ્ક, ટોઈલેટરી અને કોસ્મેટિક્સનો પણ ચાર્જ લગાડે છે. બિલમાં ભલે આ ચાર્જનો ઉલ્લેખ કરાય, પરંતુ મેડિકલ ઈન્શ્યોરન્સ કંપનીઓ તેની ચૂકવણી નથી કરતી. એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર, આ બધી વસ્તુઓનો ખર્ચો કુલ બિલના દસેક ટકા જેટલો થાય છે. જોકે, કોરોનાના કેસમાં તેનું પ્રમાણ વધીને 25 ટકા જેટલું થઈ જાય છે. સર્જરી થાય તો ખર્ચો વધી જાય છે
જો કોરોનાના દર્દીને રુમમાં રખાયો હોય તો પીપીઈ કિટનો રોજનો ખર્ચો 1500 રુપિયા જેટલો થાય છે. પરંતુ જો આ જ પેશન્ટને સર્જરી કરવાની થાય તો પાંચ પીપીઈ સૂટની જરુર પડે છે, અને તેનો ખર્ચો 6,000 થાય છે. જેથી, જો પેશન્ટ સર્જરી બાદ એક સપ્તાહ હોસ્પિટલમાં રહે તો પણ તેનો ખર્ચો 16,500 જેટલો થઈ જાય છે. આ સિવાય હોસ્પિટલને કોરોના વોર્ડમાં સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું પડે છે. જે વોર્ડની ક્ષમતા 60 દર્દીની હોય ત્યાં 30 જ દર્દી એડમિટ થઈ શકતા હોવાથી પણ સારવારનો ખર્ચો વધી જાય છે.