નવી દિલ્હી : દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓનો આંકડો 3.5 લાખને પાર કરી ગયો છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સતત બીજા દિવસે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજી છે. આ બેઠકમાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે હવે લોકડાઉનની અફવાઓ સામે લડવાની અને અનલોક 2.0 ની યોજના બનાવવાની જરૂર છે.
બીજા દિવસે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનલોક -1 વિશે ચર્ચા કરી. આ સાથે વડાપ્રધાન મોદીએ કહ્યું કે હાલની ટેસ્ટિંગ ક્ષમતાનો સંપૂર્ણ ઉપયોગ થવો જોઈએ. વળી, તેને સતત વધારવાના પ્રયાસો કરવા જોઈએ.
તે જ સમયે, કેટલીક અફવાઓ છે કે દેશમાં વધી રહેલા કોરોના કેસને કારણે લોકડાઉન ફરીથી લાગુ થઈ શકે છે. જોકે વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, હવે લોકડાઉન ની અફવાઓ સામે લડવાની અને અનલોક 2.0ના કરવાની યોજના કરવાની જરૂર છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, મોટા રાજ્યો અને શહેરોમાં વાયરસનો ફેલાવો વધુ છે.