નવી દિલ્હી : કોરોના વાયરસને રોકવા માટે દેશભરમાં 3 મે સુધી લોકડાઉન છે. લોકડાઉન ખોલવાની તારીખ નજીક આવી રહી છે, આવી સ્થિતિમાં સરકારે કેટલાક સેક્ટરમાં છૂટ આપી દીધી છે, જ્યારે કેટલાકને આશા છે કે લોકડાઉન 3 મે પછી ખુલ્લી જશે. દરમિયાન, હવાઈ યાત્રા ફરી શરૂ થાય તેવી સંભાવના છે. કેન્દ્ર સરકાર દ્વારા કોરોના પર બનાવેલા નિયમોનું પાલન કરવા માટે ઘણી એરલાઇન્સ કંપનીઓ પણ તમામ પગલા લેવાની સાથે ફરી આ વ્યવસાય શરૂ થઈ શકે છે.
એર એશિયાએ તેની તૈયારીઓ સોશિયલ મીડિયા પર શેર કરી છે. જો ફ્લાઇટ્સ ફરીથી ઉપડશે, તો કોરોનાથી ક્રૂ મેમ્બર્સને બચાવવા માટે એર એશિયા PPE ફ્લાઇટ સુટ્સ તૈયાર થઈ ગયા છે. ક્રૂ આખી ફ્લાઇટ દરમિયાન આ પોશાકો પહેરશે. ક્રુ મેમ્બર્સના આ પીપીઇ ફ્લાઇટ સુટ અંગે વરૂણ ઝવેરીએ ખુદ તેના ટ્વિટર હેન્ડલ પર માહિતી આપી છે. વરુણે કેટલાક ફોટા શેર કર્યા છે, જેમાં એર એશિયાના કેબિન ક્રૂએ ખાસ પીપીઈ સૂટ પહેરેલો જોવા મળી રહ્યો છે. તેમણે ટ્વીટમાં લખ્યું છે કે, તે જોવું રસપ્રદ રહેશે કે તે પોતાના મુસાફરોને કયા રક્ષણાત્મક સાધનો આપે છે. એવું લાગે છે કે જાણે આગલા કેટલાક મહિનાઓ માટે હવાઇ મુસાફરી કરનારા લોકો માટે આ સામાન્ય બાબત રહેશે.