કોરોના વાયરસથી ભારતમાં પીડિત ત્રીજા વ્યક્તિની માહિતી સામે આવી છે. આ દર્દી કેરળનો રહેવાસી છે અને તાજેતરમાં ચીનના વુહાનથી પરત આવ્યો છે. કેન્સરથી પીડિત દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે અને ડોકટરો સતત તેનું નિરીક્ષણ કરે છે. દરમિયાન કેરળમાં કરોના વાયરસના ત્રણ કેસ નોંધાયા બાદ પડોશી રાજ્ય કર્ણાટકના અનેક જિલ્લાઓમાં હાઈએલર્ટ જાહેર કરાયું છે.
કેરળના આરોગ્ય મંત્રી કે.કે. સેલજાએ જણાવ્યું કે, દર્દીની સારવાર કાંજગનાડ જિલ્લા હોસ્પિટલમાં ચાલી રહી છે અને હાલ દર્દીની પરિસ્થિતિ સ્થિર છે. તાજેતરમાં વુહાનથી પરત આવ્યો હતો. આ દરમિયાન, પડોશી રાજ્ય કર્ણાટક, કર્ણાટક રાજ્યમાં કારોના વાયરસની તપાસ ચાલી રહી છે. કર્ણાટકના આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં અત્યાર સુધીમાં 29 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે, તે બધા નેગેટિવ હોવાનું જણાયું છે.
ચીનમાં કોરોના વાયરસે હાહાકાર મચાવી દીધો છે, ત્યારે ચીનમાં કોરોના વાયરસના કારણે મૃત્યુ પામનારની સંખ્યા 361 પહોંચી છે. સંયુક્ત રાજ્ય અમેરિકામાં અત્યાર સુધીમાં 9 કોરોના વાયરસનો મામલાઓ સામે આવ્યાં છે. કોલિફોર્નિયામાં 4, એલિનોઈઝમાં 2, મૈસાચુસેટસ, વૉશિગ્ટન અને એરિજોનામાં પણ 1-1 કેસની જાહેર થયાં છે.