મુંબઈ : કોરોનાના કહેર વચ્ચે દેશમાં લાદવામાં આવેલા લોકડાઉનના ત્રીજા તબક્કાનો આજે (17 મે) છેલ્લો દિવસ છે. હવે આવતીકાલથી દેશમાં લોકડાઉન લંબાવવામાં આવશે કે કેમ તે ચર્ચાએ જોર પકડ્યું છે. આ દરમિયાન કોરોના વાયરસથી સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્ય મહારાષ્ટ્રમાં લોકડાઉન 31 મે સુધી લંબાવવામાં આવ્યું હોવાની માહિતી સામે આવી છે.
નોંધપાત્ર વાત એ છે કે, આજે લોકડાઉન 3.0 નો અંતિમ દિવસ છે. લોકડાઉન 4.0 આવતીકાલથી લાગુ થશે. પંજાબ બાદ, મહારાષ્ટ્ર સરકારે લોકડાઉન 31 મે સુધી વધારવાનો નિર્ણય લીધો છે. જો કે, કેન્દ્ર સરકારે જારી કરેલા માર્ગદર્શિકાનું પણ અહીં પાલન કરવામાં આવશે.
Government of Maharashtra extends lockdown till May 31 for containment of COVID19. pic.twitter.com/qjJOfEj6o0
— ANI (@ANI) May 17, 2020