નવી દિલ્હી : દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા અઢી લાખને વટાવી ગઈ છે. 8 જૂન, સોમવારે સવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા અપડેટ મુજબ દેશમાં દર્દીઓની કુલ સંખ્યા 2 લાખ 56 હજાર 611 છે, જેમાં 7 હજાર 135 લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે 1 લાખ 24 હજાર 95 લોકો સાજા થયા છે. દેશમાં 1 લાખ 25 હજાર 381 સક્રિય કેસ છે.
છેલ્લા 24 કલાકમાં લગભગ 10 હજાર નવા કેસ નોંધાયા છે. મહારાષ્ટ્ર કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત છે. અહીં દર્દીઓની કુલ સંખ્યા 89 હજાર 975 પર પહોંચી ગઈ છે, જેમાં 3060 લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે 39 હજાર 314 લોકો સાજા થયા છે. રાજ્યમાં હાલમાં 43 હજાર 601 સક્રિય કેસ છે.
તામિલનાડુ બીજા નંબરે છે. અહીં દર્દીઓની કુલ સંખ્યા 31 હજાર 667 છે, જેમાં 269 લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે 16 હજાર 999 લોકો સાજા થયા છે. દિલ્હી ત્રીજા નંબર પર છે, જ્યાં દર્દીઓની કુલ સંખ્યા 27 હજાર 654 છે, જેમાં 761 લોકોનાં મોત નીપજ્યાં છે અને 10 હજાર 664 લોકો સાજા થયા છે.