નવી દિલ્હી : ભારતમાં કોરોનાવાયરસ ઝડપથી વધી રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે બુધવારે (15 એપ્રિલ) જારી કરેલા તાજેતરના આંકડા મુજબ, ભારતમાં કોરોનાવાયરસ ચેપની સંખ્યા વધીને 11,439 થઈ ગઈ છે. તે જ સમયે, છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 1,076 નવા કેસ નોંધાયા છે અને 38 લોકોનાં મોત નીપજ્યાં છે.
દેશમાં કોરોનાથી અત્યાર સુધીમાં 377 લોકોનાં મોત નીપજ્યાં છે. જો કે, થોડી રાહત છે કે 1,306 દર્દીઓ પણ આ રોગને હરાવવામાં સફળ રહ્યા છે. નોંધનીય છે કે, કોરોનાથી યુદ્ધને લઈને દેશમાં 3 મે સુધી લોકડાઉન ચાલુ રહેશે. લોકડાઉનનો પ્રથમ તબક્કો મંગળવારે પૂર્ણ થયો હતો, જેને લંબાવી 3 મે સુધી કરવામાં આવ્યો છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને સંબોધન કરતાં કહ્યું હતું કે, 20 એપ્રિલ સુધીમાં દરેક જિલ્લા, નગર અને પોલીસ સ્ટેશનની તપાસ કરવામાં આવશે. 20 એપ્રિલથી કેટલીક પ્રવૃત્તિઓને શરતી રૂપે મંજૂરી આપવામાં આવી શકે છે.