IAS Pooja Khedkar: મહારાષ્ટ્ર કેડરની વિવાદાસ્પદ IAS ઓફિસર પૂજા ખેડકરની મુસીબતો વધી રહી છે. સેન્ટ્રલ પબ્લિક સર્વિસ કમિશન (UPSC) એ હવે તેમની સામે મોટી કાર્યવાહી શરૂ કરી છે. ટ્રેઇની IAS પૂજાની વિવિધ સ્તરે તપાસ કરવામાં આવી રહી છે. આ દરમિયાન યુપીએસસીએ પૂજા ખેડકર વિરુદ્ધ પોલીસ કેસ દાખલ કર્યો છે. UPSC એ સિવિલ સર્વિસ પરીક્ષા માટે તેમની ઉમેદવારી રદ કરવા માટે કારણ બતાવો નોટિસ (SCN) જારી કરી છે.
મહારાષ્ટ્ર સરકારે ટ્રેઇની IAS ઓફિસર પૂજા ખેડકર સાથે સંબંધિત કેસમાં તપાસ રિપોર્ટ કેન્દ્ર સરકારને સોંપી દીધો છે.
ખેડકરને લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડમી ઓફ એડમિનિસ્ટ્રેશન, મસૂરી દ્વારા તરત જ પાછા બોલાવવામાં આવ્યા છે. ખેડૂતોને બંદૂક બતાવીને ધમકી આપવા બદલ પૂજા ખેડકરની માતાની ધરપકડ કરવામાં આવી છે. ભૂતપૂર્વ સરકારી કર્મચારી પિતા પણ ભ્રષ્ટાચાર વિરોધી વિભાગના રડાર પર છે. જેના કારણે પૂજા ખેડકર પર મુસીબતોનો પહાડ આવી ગયો છે.
UPSC એ પૂજા ખેડકરને નોટિસ પાઠવીને પૂછ્યું છે
કે શા માટે તેમની IAS તરીકેની પસંદગી રદ ન કરવી જોઈએ. એવું કહેવામાં આવી રહ્યું છે કે જો પૂજા તેના પર લાગેલા આરોપોમાં દોષી સાબિત થાય છે તો તેને બરતરફ કરવામાં આવી શકે છે. આ ઉપરાંત તેમની સામે ફોજદારી કાર્યવાહી પણ કરવામાં આવશે.
શું છે આરોપ?
પૂજા ખેડકર પર સિવિલ સર્વિસ પરીક્ષા (UPSC) પાસ કરવા માટે નકલી વિકલાંગતા અને OBC પ્રમાણપત્રોનો ઉપયોગ કરવાનો આરોપ છે. આ સિવાય તેમના પર પુણેમાં પોસ્ટિંગ દરમિયાન વિશેષાધિકારોનો દુરુપયોગ કરવાનો પણ આરોપ છે. તેથી, ગયા અઠવાડિયે તેની પુણેથી વાશિમ બદલી કરવામાં આવી હતી.
તાજેતરમાં સિવિલ સર્વિસિસમાં પસંદગીના વિવાદ વચ્ચે, તાલીમાર્થી IAS અધિકારી પૂજા ખેડકરની તાલીમ મહારાષ્ટ્રમાં બંધ કરવામાં આવી હતી. મસૂરી સ્થિત લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડમી ઓફ એડમિનિસ્ટ્રેશન (LBSNAA) એ પૂજાની તાલીમ રદ કરી અને તરત જ તેને પાછી બોલાવી.