ઇટાલીના સમુદ્ર તટ પરથી રેતી લઇ જનારા દંપતીને 6 વર્ષની જેલની સજા થઇ શકે છે. ઇટાલીના સરદિનિયા બીચ પર મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. આ ટાપુની પ્રાકૃતિક સુંદરતાના રક્ષણ માટે સરકારે કેટલાક કડક કાયદા બનાવ્યા છે.
સરદિનિયા બીચ પર રજાઓ ગાળવા ગયેલા ફ્રાન્સના દંપતી સમુદ્રની રેતી બોટલમાં ભરીને લઇ જઇ રહ્યા હતા. સ્થાનિક પોલીસના જણાવ્યા મુજબ, દંપતીની વય 40 વર્ષ છે. દંપતીની કારમાંથી લગભગ 14 પ્લાસ્ટિકની બોટલમાં 40 કિ.ગ્રા.થી વધુ રેતી જપ્ત કરવામાં આવી છે. શહેરની સ્થાનિક કોર્ટ સમક્ષ તેમને હાજર કરાયા હતા. દંપતીને 3000 ડોલરના દંડથી લઇને 1થી 6 વર્ષની સજા પણ થઇ શકે છે.
ઇટાલીમાં સફેદ રેતી સુરક્ષિત રાખવાનો કાયદો છે. દંપતીએ જણાવ્યું હતું કે, તેમને કાયદાની જાણકારી નહતી. જેના જવાબમાં પોલીસે જણાવ્યું હતું તે, ટાપુ અને બીચ પર દેશ-વિદેશની વિવિધ ભાષાઓમાં નિયમોના બોર્ડ લગાવેલા છે.