કોર્ટનો આદેશ આવા સંબંધો માટે વ્યક્તિને મજબુર કરી શકે નહીં. હાઈકોર્ટના જસ્ટીસ પ્રદીપ નાંદ્રાજોગ અને જસ્ટીસ પ્રતિભા રાણીની ખંડપીઠે એ સ્પષ્ટ કર્યુ હતું કે,પતિ અથવા પત્નીમાંથી કોઈ એક ૧ વર્ષ સુધી સાથે રહેવાના કોર્ટના આદેશનો ભંગ કરે તો તે છૂટાછેડા મેળવવા માટેનો એક મજબુત આધાર બની શકે છે. કોર્ટે એ પણ જણાવ્યુ કે, દાંપત્ય જીવનના અધિકારોને સાબિત કરવા માટે કોર્ટના આદેશનો ઉપયોગ થઈ શકે નહીં. કોર્ટના આદેશનો ઉદ્દેશ્ય માત્ર વ્યક્તિના વૈવાહિક જીવનમાં સર્જાયેલ અવરોધોને દૂર કરવાનો છે, જેથી કરીને પતિ-પત્ની પોતાના સંબંધોને તોડતા પહેલા એક નવી તક આપી શકે. પરંતુ જો એક વર્ષ સુધીના સમયગાળામાં દાંપત્ય જીવનના અધિકારો અંગે કોઈ નિર્ણય ન લેવાય તો હિન્દુ મેરેજ એક્ટ ૧૯૫૫ અંતર્ગત તે છૂટાછેડાનું મજબુત કારણ બની શકે છે.
કોર્ટે એ પણ જણાવ્યુ કે, કાયદાની સ્થિતિ મુજબ દાંપત્ય અધિકારીઓને સ્થાપિત કરવા માટેના આદેશ મુજબ કોર્ટ માત્ર પતિ-પત્નીને સાથે રહેવાની ફરજ પાડી શકે છે. તેમને યૌન સંબંધો બાંધવાની ફરજ પાડી શકે નહીં. કોર્ટે આ ટિપ્પણી ૫૮ વર્ષની એક મહિલાના પરિવાર તરફથી દાખલ કરવામાં આવેલ અરજીના સંદર્ભે કરી છે. જેમાં મહિલાએ છૂટાછેડા માટે અરજી કરેલી છે. જોકે, કોર્ટે તેમને સાથે રહેવાનો આદેશ આપ્યો છે. પરંતુ મહિલા પોતાના પતિ સાથે યૌન સંબંધ બાંધવા માંગતી નહતી.