નવી દિલ્હી: કોરોના વાયરસના નવા પ્રકાર ઓમિક્રોનના વધતા જોખમ વચ્ચે છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોવિડ-19ના 8,306 કેસ નોંધાયા છે. આ દરમિયાન, સક્રિય કેસોની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. હાલમાં, ભારતમાં 98,416 સક્રિય કોરોના દર્દીઓ છે, જે છેલ્લા 552 દિવસમાં સૌથી ઓછા છે.
ભારતમાં હાલમાં રિકવરી રેટ 98.35% છે. છેલ્લા 24 કલાકમાં 8,834 લોકોએ કોરોના વાયરસને માત આપી છે. આ સાથે, અત્યાર સુધીમાં કોરોનામાંથી સાજા થયેલા લોકોની સંખ્યા 3,40,69,608 થઈ ગઈ છે. દૈનિક હકારાત્મકતા દર 0.94 ટકા છે અને સાપ્તાહિક હકારાત્મકતા દર 0.78 ટકા છે.
COVID19 | India reports 8,306 new cases and 8,834 recoveries in the last 24 hours; Active caseload currently stands at 98,416; lowest in 552 days: Ministry of Health and Family Welfare pic.twitter.com/YSrFUSC7bn
— ANI (@ANI) December 6, 2021
દેશમાં કોરોનાના નવા પ્રકાર ઓમિક્રોનનો ખતરો સતત વધી રહ્યો છે. રવિવારે રાજસ્થાનમાં ઓમિક્રોનના 9 અને મહારાષ્ટ્રમાં સાત નવા કેસ મળી આવ્યા છે. આ સાથે દેશમાં ઓમિક્રોનના કુલ કેસ વધીને 21 થઈ ગયા છે. પ્રથમ બે કેસ કર્ણાટકમાં જોવા મળ્યા હતા. આ પછી ગુજરાત અને દિલ્હીમાં પણ એક-એક કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના કુલ કેસ હવે 8 છે.