જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં આતંકવાદી અને સેના વચ્ચે થયેલી અથડામણમાં સેનાને મોટી સફળતા મળી છે. સેનાએ પંથા ચોક વિસ્તારમાં ત્રણ આતંકવાદીને ઠાર કર્યા. ઉલ્લેખનીય છે કે મોડી રાત્રે CRPF અને પોલીસ પર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. જે બાદ સેનાએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી આતંકવાદીઓને ઘેર્યા હતા.
મળતી માહિતી પ્રમાણે આતંકવાદીએ મોટર સાયકલ પર આવ્યા હતા.બન્ને તરફ થયેલી ફાયરીંગમાં જમ્મુ–કાશ્મીર પોલીસના ASI બાબુરામ પણ શહીદ થયા છે. સુરક્ષાદળોનું સર્ચ ઓપરેશન યથાવત છે. ઓપરેશન દરમ્યાન સેનાએ ત્રણ આતંકવાદીઓને ઠાર કરી મોટી સંખ્યામાં હથિયાર પણ જપ્ત કર્યા.. મહત્વપૂર્ણ છે કે, સેનાએ ત્રણ દિવસમાં 10 જેટલા આતંકવાદીને ઠાર કર્યા છે.