CWC Meeting: શનિવારે સંસદના સેન્ટ્રલ હોલમાં કોંગ્રેસ સંસદીય દળની બેઠક યોજાઈ હતી. બેઠકમાં સોનિયા ગાંધીને કોંગ્રેસ સંસદીય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સોનિયા ગાંધીના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને સર્વસંમતિથી સ્વીકારવામાં આવ્યો હતો. આ બેઠકમાં સોનિયા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, પાર્ટીના સાંસદ રાહુલ ગાંધી, પ્રમોદ તિવારી અને પાર્ટીના અન્ય વરિષ્ઠ નેતાઓ હાજર હતા.
શનિવારે સંસદના સેન્ટ્રલ હોલમાં કોંગ્રેસ સંસદીય દળની બેઠક યોજાઈ હતી. બેઠકમાં સોનિયા ગાંધીને કોંગ્રેસ સંસદીય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સોનિયા ગાંધીના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને સર્વસંમતિથી સ્વીકારવામાં આવ્યો હતો. આ બેઠકમાં સોનિયા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, પાર્ટીના સાંસદ રાહુલ ગાંધી, પ્રમોદ તિવારી અને પાર્ટીના અન્ય વરિષ્ઠ નેતાઓ હાજર હતા.
આ પહેલા શનિવારે જ રાજધાની દિલ્હીમાં કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની બેઠક મળી હતી. બેઠકમાં પાર્ટીની ભાવિ રણનીતિ નક્કી કરવા લોકસભા ચૂંટણીના પરિણામો પર મહત્વની ચર્ચા કરવામાં આવી હતી.
કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ પદ માટે સોનિયાના નામનો પ્રસ્તાવ મુકાયો
બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ પદ માટે સોનિયા ગાંધીના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. પાર્ટીના સાંસદો ગૌરવ ગોગોઈ, તારિક અનવર, કે સુધાકરણને ઠરાવને સમર્થન આપ્યું હતું.
સોનિયા ગાંધી સર્વસંમતિથી કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ તરીકે ચૂંટાયા
માહિતી આપતાં કોંગ્રેસના રાજ્યસભા સાંસદ પ્રમોદ તિવારીએ કહ્યું કે, “સોનિયા ગાંધીને સર્વસંમતિથી કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવ્યા છે.”