ભારતીય સૈનિકો પર થયેલા હુમલાને પગલે દેશભરમાં વિવિધ પ્રકારે પાકિસ્તાનનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે પાકિસ્તાની હેકરોએ તેમની કાયરતાપૂર્ણ પ્રદર્શન કરતા ગુજરાતની અંદર સાયબર એટેક કરે છે અને ડઝનબંધ સંસ્થાઓ અને નામી વ્યક્તિઓની ની વેબસાઈટો હેક કરી છે. જોકે ભારતીય મોનીટરીંગ એજન્સીઓ દ્વારા આ સાયબર એટેકને નિષ્ફળ બનાવાયો છે.
રાજકોટની ઇન્ફોર્મેટિક્સ કંપનીના કલ્પિત સંઘવી જેમને રાજ્યમાં ઘણી નામી સંસ્થા અને વ્યક્તિ ઓ માટે વેબસાઈટ બનાવી છે. પ્રાપ્ત માહિતી મુજબ આઈકેડી આરસી(કિડની હોસ્પિટલ), નવજીવન ટ્રસ્ટ, સહીત ની ઘણી સંસ્થાઓ ની વેબસાઇટ પાકિસ્તાની હેકરોએ હેક કર્યાનું જાણવા મળ્યું છે. કલ્પિત સંઘવી કહે છે કે, પાકિસ્તાન તો તે ભારતીય જે પ્રકારે રોષ જોવા મળી રહ્યો છે તેના કારણે પાકિસ્તાની છેલ્લા અઠવાડિયામાં બીજી વખત ગુજરાતની જુદી જુદી સંસ્થાઓ અને વ્યક્તિઓ ની વેબસાઈટ હેક કરી છે અલબત આ તમામ વેબસાઇટ જેનાથી ભારતીય સંસ્થા કે વ્યક્તિ મોટાપાયે નુકસાન થશે નહીં. પાકિસ્તાની હેકરોએ એક ચોક્કસ પ્રકારનું પેજ જુદી જુદી વેબસાઈટ પર મોકલ્યું છે.
જોકે, ભારતીય મોનીટરીંગ એજન્સીઓ એ છેલ્લા એક અઠવાડિયામાં બીજીવાર થયેલા પાકિસ્તાની સાયબર મિત્રો બનાવી દીધો છે જેથી જુદી સંસ્થાઓને થી કોઈ નુકશાન થવા પામશે નહીં.’