[slideshow_deploy id=’23589′]
દમણમાં આજે દમણ દિવના મુક્તિદિનની ઉજવણી કરવામાં આવી હતી આજથી 57વર્ષ પહેલા આજના દિવસે દમણ દિવને પોર્ટુગીઝ શાસનમાંથી મુક્ત કરી ભારતનું અભિન્ન અંગ બનાવ્યુ હતુ. આ દિવસની ઉજવણી નિમિત્તે પ્રશાસક પ્રફૂલ પટેલે ઘ્વજને સલામી આપી મુક્તિદિનની શુભકામના પાઠવી હતી.
દમણના મુક્તિદિન નિમિત્તે નાની દમણ ખાતે પાલિકા ગ્રાઉન્ડમાં ભવ્ય સમારોહનું આયોજન કરવામા આવ્યું હતુ. મોટી સંખ્યામા શહેરીજનો, વિદ્યાર્થીઓ તેમજ પોલીસ પલટન ઉપસ્થિત રહી હતી. મુક્તિદિન સમારોહમાં પ્રશાસક પ્રફૂલ પટેલે તેમજ દમણના સાંસદ લાલુભાઇ પટેલે દમણના વિકાસની ગાથા અને સ્વતંત્રતાના ઇતિહાસને વાગોળ્યો હતો. અને સંઘ પ્રદેશ દમણમાં સરકાર દ્વારા કરવામાં આવેલી અનેકવિધ યોજનાની જાણકારી આપી હતી. તેમજ ન્યુ દમણ ન્યુ ઇન્ડિયા પ્રોજેક્ટ અંતર્ગત આગામી દિવસમાં દમણ દિવ કેવી વિકાસની ઉડાન ભરશે તેની વિસ્તૃત જાણકારી આપી હતી. મુક્તિદિન સમારોહ દરમ્યાન ઉપસ્થિત દમણ પોલીસે પરેડ યોજી પ્રશાસક સહીત દમણવાસીઓને પોતાનુ કૌવત બતાવ્યું હતુ તો, દમણની વિવિધ શાળાના બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમ, ગીત સંગીત દ્વારા નગરજનોને મનોરંજન પુરુ પાડ્યું હતુ. કાર્યક્રમમાં સમગ્ર દમણના પાલિકા, પંચાયતના પદાધિકારીઓ સહીત અધિકારીઓ તેમજ નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.