ડાન્સર સપના ચૌધરીએ કોંગ્રેસમાં જોડાણી હોવાના માધ્યમોમાં અહેવાલને લઈને સ્પષ્ટતા કરી છે. ચૂંટણી સમયે આયારામ ગયારામનો દોર શરૂ થયો છે ત્યારે હરિયાણાની ખ્યાતનામ ડાન્સર સપના ચૌધરી કોંગ્રેસમાં જોડાઈ ગયા હોવાના અહેવાલ મીડિયામાં ચમક્યા હતા. રવિવારે સપના ચૌધરીએ એક પ્રેસ કોન્ફરન્સ કરીને સ્પષ્ટતા કરતા જણાવ્યું કે તે કોંગ્રેસમાં જોડાણી નથી અને ક્યારેય કોઈ રાજકીય પક્ષમાં જોડાવાની તેની યોજના પણ નથી.
પ્રિયંકા ગાંધી સાથેની તસવીરને લઈને સપના ચૌધરી કોંગ્રેસમાં જોડાઈ ગઈ હોવાના અહેવાલ માધ્યમોમાં ચમક્યા હતા. આ ઉપરાંત તેઓ મથુરા બેઠકથી ચૂંટણી લડશે તેવી વાતો પણ ચર્ચાઈ હતી. ભાજપે આ બેઠકથી ભાજપે અભિનેત્રી હેમા માલિનીને રિપિટ કર્યા છે. કોંગ્રેસ દ્વારા જો કે મથુરા બેઠક પરથી મહેશ પાઠકને ઉમેદવાર જાહેર કરાતા અટકળોનો અંત આવ્યો હતો.
રવિવારે પ્રેસ કોન્ફરન્સમાં સપના ચૌધરીએ જણાવ્યું કે પ્રિયંકા ગાંધી સાથેની તેમની તસવીર ઘણી જૂની છે. તેઓ ક્યારેય કોંગ્રેસમાં જોડાયા નથી અને આગળ પણ જોડાવાની કોઈ યોજના નથી. પત્રકારોએ તેમની તસવીર પર પ્રશ્ન કર્યો તો તેમણે જણાવ્યું કે આ ઘણી જૂની તસવીર છે. સપના ચૌધરીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે તેઓ ક્યારેય કોઈ પક્ષનો પ્રચાર પણ નહીં કરે.