દેશમાં જ્ઞાનવાપી મસ્જીદમાં શિવલિંગને લઇ સોશિયલ મિડિયા પર કરવામાં આવેલી અભદ્ર ટિપ્પણીના મામલે AIMIM પ્રદેશ પ્રવક્તા દાનિશ કુરેશીની સાયબર ક્રાઇમે ધરપકડ કરી હતી જેમાં તેમના પર આરોપ હતો કે હિન્દુ સમાજની લાગણી દુભાવવા બદલ અને કોમી વૌમન્સ્ય ફેલવવા બદલ પોલીસે તેમની ધરપકડ કરી હતી દાનિશ કુરેશીની શિવલિંગ પર કરવામાં આવેલી ટિપ્પણીને લઇ હિન્દુ સમાજમાં ભારે રોષ ફાટી નીક્ળ્યો હતો હિન્દુ આગેવાનો દ્ઘારા મુખ્યમંત્રી સુધી આ ઘટનાની રજૂઆત કરવામાં આવી હતી હાલ દાનિશ કુરેશીને અમદાવાદ મેટ્રો પોલિટિન કોર્ટેમાં કરેલી જામીન અરજીને લઇ કોર્ટે અરજીને માન્ય રાખી શરતી જામીન આપ્યા છે. તે દરમિયાન કોર્ટે અવલોકન કરતા જણાવ્યુ હતુ કે ફરીથી આ પ્રકારના ગુનામાં સંડોવણી હશે તો જામીન રદ કરવામાં આવશે દર મહિને 1 થી 5 તારીખ દરમિયાન સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં હાજરી આપવાની રહેશે પાસપાર્ટે જમા કરવાનો રહેશે 25હજારના બોન્ડસ પર મુકત કરવાના આદેશ આપ્યા છે. દાનિશ કુરેશી મોબાઇલ બદલવા માટે પણ કોર્ટેથી મંજુરી લેવી પડશે અને ભવિષ્ય આવી ટિપ્પણી કરીને માહોલ ડહોળવવા ન આવે તેની ખાસ તકેદારી રાખવાની રહેશે
