સતત કોઈને કોઈ વાતથી દાઉદ હંમેશા રહ્યો છે વિવાદમાં આજે ફરી એક વાર દાઉદની સંપત્તિનો મુદ્દો ચર્ચામાં છે. ડોન પર એક પછી એક સિકંજો કસ્તી મોદી સરકારે આ વખતે દાઉદની સંપત્તિને નીલામ કરવાની તૈયારી કરી લીધી છે વિદેશમાં રહેલી સંપત્તિની નીલામી બાદ હવે ભારતમાં રહેલી સંપત્તિની પણ નીલામી કરવામાં આવશે।વિદેશ મંત્રાલયે દાઉદની સંપત્તિને ફરી એક વાર નીલામ કરવાનો નિર્ણય કર્યો છે.મંત્રાલયે નીલામી માટે 14 નવેમ્બરનો સમય આપ્યો છે. વર્તમાન પત્રોમાં જાહેરાત પણ પ્રસિદ્ધ કરવામાં આવી છે.
દાઉદની કુલ 6 સંપત્તિઓની નીલામી થશે. મોટા ભાગે મુંબઈ સ્થિત પ્રોપર્ટી છે જેમાની એક ઔરંગાબાદમાં પણ આવેલી છે. નીલામીમાં ભાગ લેનાર પાર્ટીએ તમામ વિગતો 10 નવેમ્બર સુધીમાં જમા કરાવવાની રહેશે મુંબઈની પ્રોપર્ટીને 7 નવેમ્બર સુધીમાં જોય શકાશે જયારે ઓરંગાબાદની પ્રોપર્ટીને 31 ઓક્ટોબર સુધીમાં જોય શકાશે।
સમ્પ્ટેમ્બરમાં દાઉદની વિદેશ સંપત્તિને ટાંચમાં લેવાઈ હતી બ્રિટેન સ્થિત આ સંપત્તિની કરોડોમાં કિંમત છે જેમાં ઘર અને હોટેલનો સમાવેશ થાય છે। જપ્ત કરાયેલી સંપત્તિની કિંમત 42હજાર કરોડ આંકવામાં આવે છે.