સ્કુલ ચલે હમના તાયફા સામે ઓછા વિદ્યાર્થીઓ ધરાવતી રાજ્યની 5350 સરકારી શાળા બંધ કરવાનો નિર્ણય શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓની ઓછી હાજરી ધરાવતી શાળાઓ પણ બંધ કરવામાં આવશે. 30 ટકાથી ઓછા વિદ્યાર્થીઓ ધરાવતી શાળાંને બંધ કરી મર્જ કરવાનો નિર્ણય કરવમાં આવ્યો છે.
મહત્વપૂર્ણ બાબત છે કે 4500 શાળામાં 30 ટકા કરતા ઓછા વિદ્યાર્થીઓ ભણે છે. તો 850 શાળામાં 10 ટકા કરતાં ઓછા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. તમામ શાળાઓ બંધ કરી મર્જ કરવાનો શિક્ષણ વિભાગે નિર્ણય કરવામાં આવ્યો છે. ધોરણ 1થી 5ની શાળાઓ માટે પ્રાથમિક શિક્ષણ વિભાગે નિર્ણય કર્યો છે. શાળા બંધ અને મર્જ કર્યા બાદ ફાજલ પડેલા શિક્ષકોની જૂથ શાળામાં નિમણૂક કરવામાં આવશે. 9 હજાર શિક્ષકોની જૂથ શાળામાં નિમણૂક કરવાનું શિક્ષણ વિભાગે આયોજન શરૂ કર્યું છે.