નવી દિલ્હી : સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આજે (9 ઓગસ્ટ) એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. સંરક્ષણ મંત્રીએ કહ્યું છે કે સંરક્ષણ મંત્રાલય હવે આત્મનિર્ભરતાની પહેલ કરવા તૈયાર છે. મંત્રાલયે 101 સંરક્ષણ ઉપકરણોની સૂચિ તૈયાર કરી છે, જેના આયાત પર પ્રતિબંધ મૂકવામાં આવશે. તેમણે કહ્યું કે સંરક્ષણ ક્ષેત્રે ઉત્પાદનને પ્રોત્સાહન મળશે. સંરક્ષણ મંત્રીએ કહ્યું કે, સંરક્ષણ ક્ષેત્રે ભારતના આત્મનિર્ભરતા તરફ આ એક મોટું પગલું છે.
રાજનાથસિંહે પોતાના શ્રેણીબદ્ધ ટ્વિટમાં કહ્યું કે, આ સૂચિમાં ફક્ત કેટલાક ભાગો જ નહીં, પરંતુ અસોલ્ટ રાઇફલ્સ, સોનાર સિસ્ટમ્સ, પરિવહન વિમાન, એલસીએચ, રડાર અને ઘણા વધુ જેવા ઉચ્ચ ટેક શસ્ત્રોનો પણ સમાવેશ થાય છે.
The Ministry of Defence is now ready for a big push to #AtmanirbharBharat initiative. MoD will introduce import embargo on 101 items beyond given timeline to boost indigenisation of defence production.
— Rajnath Singh (@rajnathsingh) August 9, 2020