India News :
સંરક્ષણ મંત્રાલયે ભારતીય નૌકાદળ માટે નવ મેરીટાઇમ સર્વેલન્સ એરક્રાફ્ટ અને ભારતીય કોસ્ટ ગાર્ડ માટે છ પેટ્રોલિંગ એરક્રાફ્ટ ખરીદવાના સોદાને મંજૂરી આપી છે. આ ડીલ હેઠળ મેડ ઈન ઈન્ડિયા પ્રોજેક્ટ હેઠળ દેશમાં 15 મેરીટાઇમ પેટ્રોલ એરક્રાફ્ટનું નિર્માણ કરવામાં આવશે. આ ઉપરાંત C-295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ પણ બનાવવામાં આવશે. આ ડીલ કુલ 29 હજાર કરોડ રૂપિયાની હશે.
બુધવારે સંરક્ષણ મંત્રાલયે કાનપુર સ્થિત કંપની સાથે 1752.13 કરોડ રૂપિયાના સોદા પર હસ્તાક્ષર કર્યા હતા. આ ડીલ હેઠળ 463, 12.7 એમએમ રિમોટ કંટ્રોલ ગનનું નિર્માણ કરવામાં આવશે. આ બંદૂકો નેવી અને કોસ્ટ ગાર્ડના જવાનોને પણ આપવામાં આવશે. સંરક્ષણ મંત્રાલયના આ સોદાઓ ભારતની દરિયાઈ શક્તિમાં વધારો કરશે એટલું જ નહીં પરંતુ આત્મનિર્ભર ભારતને પણ પ્રોત્સાહન આપશે.