દેશના પાટનગર નવી દિલ્હીમાં 5,773 સરકારી અને ખાનગી સ્કૂલો છે. એમાંની 35 ટકા સ્કૂલો પાસે આગ લાગે તો બુઝાવવાની કોઇ વ્યવસ્થા નથી. એવી ચોંકાવનારી માહિતી મળી હતી.
એનો અર્થ એ છે કે લાખો બાળકો જીવના જોખમે આ સ્કૂલોમાં ભણવા જાય છે. એક આરટીઆઇમાં અપાયેલી માહિતી મુજબ દિલ્હીમાં એવી સંખ્યાબંધ સ્કૂલો છે. જેમણે છેલ્લાં નવ દસ વરસથી ફાયર એનઓસી લીધી નથી. નિયમ મુજબ દર ત્રણ વર્ષે ફાયર એનઓસી રિન્યૂ કરાવવાની હોય છે. 5,773 સ્કૂલોમાં 2011 સ્કૂલો એવી છે. જેમની ફાયર એનઓસી ક્યારની એક્સપાયર્ડ છે.
આરટીઆઇમાં અપાયેલી માહિતી મુજબ સાઉથ દિલ્હીમાં 32 ટકા. સાઉથ વેસ્ટ દિલ્હીમાં 31 ટકા ઇસ્ટ દિલ્હીમા 42 ટકા અને સેન્ટ્રલ દિલ્હીમાં 48 ટકા સ્કૂલો, વેસ્ટ દિલ્હીમાં 29 ટકા અને નોર્થ દિલ્હીમાં 30 ટકા સ્કૂલો એવી છે. જેમની પાસે ફાયર એનઓસી નથી. આમ છતાં બાળકો સ્કૂલોના સંચાલકો પર વિશ્વાસ રાખીને નિયમિત સ્કૂલોમાં ભણવા જાય છે. નિયમ મુજબ નવ મીટર કરતાં ઊંચી ઇમારત અથવા બે મજલાથી વધુ ઊંચું મકાન ધરાવતી તમામ સ્કૂલોએ ફાયર એનઓસી લેવું ફરજિયાત છે.