નવી દિલ્હી : 26 જૂન, શુક્રવારે નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ દિલ્હીમાં શાળાઓ ફરીથી ખોલવાની યોજના અંગે અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. લોકડાઉન દરમિયાન વિવિધ ચેનલો દ્વારા સતત શિક્ષણ સાથે જોડાયેલા અનુભવોની પણ ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં જુદા જુદા વર્ગો અનુસાર ચોક્કસ યોજનાઓ બનાવવા સંબંધિત સૂચનો પર ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત હાલના સંજોગોને ધ્યાનમાં રાખીને હાલ 31 જુલાઇ સુધી શાળાઓ બંધ રાખવી જોઇએ તે બાબતે પણ સંમતિ થઈ હતી.
તાજેતરમાં જ મનીષ સિસોદિયાએ કેન્દ્રીય માનવ સંસાધન મંત્રી રમેશ પોખરીયલ નિશાંકને પત્ર લખીને શાળાઓની નવી ભૂમિકા પર વિચાર કરવા વિનંતી કરી હતી. તેમણે લખ્યું કે અમારે હજી પણ નિર્ણય લેવાનો છે કે આપણે આપણા દેશ અને સમાજની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને શાળાઓનું પુન:નિર્માણ કરીશું કે બીજા દેશ કંઇક કરે તેની રાહ જોવી પડશે, તે પછી આપણે અહીં તેને કોપી – પેસ્ટ કરીશું.