આજે સવારે 8 વાગ્યાથી દિલ્હી વિધાનસભાની ચૂંટણીનો પ્રારંભ થઈ ગયો છે. 70 વિધાનસભાની બેઠકો માટે સવાર 8 વાગ્યાથી 6 વાગ્યા સુધી મતદાન શરૂ રહેશે. મતદાનને લઇને દિલ્હીવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અનેક મતદાન મથકો પર લોકો વહેલી સવારથી જ મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે.
મતદાનને લઇને રાષ્ટ્રીય રાજધાનીમાં સુરક્ષા કડક કરવાની સાથે શાહીનબાગ તથા અન્ય સંવેદનશીલ વિસ્તારોમાં મતદાન કેન્દ્ર પર વધારાનો સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. દિલ્હીમાં કુલ એક કરોડ 47 લાખ 86 હજાર 382 મતદાર નોંધાયેલા છે.
આ ચૂંટણી મુકાબલમાં સતાધારી આમ આદમી પાર્ટી. ભાજપ તથા કોંગ્રેસ વચ્ચે ત્રિપાંખીયો જંગ છે. ચૂંટણી પંચે દાવો કર્યો છે કે તમામ ઇવીએમ ફૂલપ્રૂફ છે. તેમાં કોઇ છેડછાડ થઇ શકે તેમ નથી. 70 વિધાનસભા બેઠકો પર કુલ 672 ઉમેદવાર પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. દિલ્હી વિધાનસભા ચૂંટણીની સુરક્ષા માટે કેન્દ્રી સશસ્ર પોલીસ દળની 190 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે.