રાષ્ટ્રીય રાજધાની દિલ્હી એરપોર્ટ પરથી ફરી એકવાર 18 ફ્લાઈટને ડાયવર્ટ કરવામાં આવી છે, જેના કારણે મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.
ખરાબ હવામાનને કારણે 18 ફ્લાઈટને દિલ્હીથી જયપુર, લખનૌ, અમદાવાદ અને અમૃતસર ડાયવર્ટ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે આ ફ્લાઈટ્સ સવારે 7:30 થી 10:30 વચ્ચે ડાયવર્ટ કરવામાં આવી હતી.