દિવાળી પછી સૌથી ખરાબ થઈ ચૂકેલી દિલ્હીની હવા હજું પણ ગંભીર શ્રેણીમાં યથાવત છે. દિલ્હીની સ્થિતિ કેટલી ખરાબ તે તમે તેના ઉપરથી જાણી શકો છો કે દુનિયાના 10 સૌથી વધારે પ્રદૂષિત શહેરોમાં દિલ્હી સૌથી આગળ છે. આ સૂચીમાં ભારતના મુંબઈ અને કોલકતા પણ સામેલ છે. સ્વિટ્ઝર્લેન્ડ સ્થિત ક્લાઈમેટ ગ્રુપ IQAirએ આ નવી યાદી બહાર પાડી છે. આ ગ્રુપ હવાની ગુણવત્તા અને પ્રદૂષણ પર નજર રાખે છે. આ ગ્રુપ સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ પ્રોગ્રામમાં ટેકનોલોજી પાર્ટનર છે.
પાકિસ્તાનનો લાહોર અને ચીનનો ચેંદગૂ શહેર પણ આ યાદીમાં સામેલ છે. દિલ્હીમાં પ્રદૂષણના વધતા સ્તરમાં પંજાબ અને હરિયાણામાં સળગાવવામાં આવતી પરાલી અને દિલ્હીમાં ગાડીઓના પ્રદૂષણની મોટી ભૂમિકા છે. પરાલીને લઈને રાજ્યોની સરકાર વચ્ચે તું-તું મેં-મેં ચાલી રહી છે પરંતુ અત્યાર સુધી તેનો કોઈ ઉકેલ આવી શક્યો નથી.
દિલ્હીમાં આજે હવાનું ગુણવત્તા સ્તર (AQI) 476 છે, જે ગંભીર શ્રેણીમાં આવે છે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે શુક્રવારે ચેતવણી આપી હતી કે, આગામી 48 કલાક સુધી હવાની ક્વોલિટી ગંભીર બનેલી છે. રાજ્યો અને સ્થાનિક એકમો પર ઈમરજન્સી ઉપાયોને લાગું કરવા જોઈએ, જેમાં શાળાઓને બંધ કરવી, ખાનગી કારો અને ઓર્ડ-ઈવન પ્રતિબંધ અને બધી જ રીતેના કંસ્ટ્રક્શન પર પ્રતિબંધ લગાવવા સામેલ છે.
ઉત્તર પ્રદેશશના પાંચ શહેરોનું AQI 400થી વધારે
બુલંદશહર, હાપુડા, નોએડા, મેરઠ અને ગાજિયાબાદમાં હવાની ગુણવત્તાનું સ્તર ઘટતું જઈ રહ્યું છે. આજે આ પાંચ શહેરોમાં AQI 400થી વધારે છે. બુલંદશહેરમાં AQIનું સ્તર 444 છે.
દુનિયાના 10 સૌથી પ્રદૂષિત શહેર
1. દિલ્હી, ભારત – 556AQI
2. લાહોર, પાકિસ્તાન- 354AQI
3. સોફિયા, બુલ્ગારિયા- 178AQI
4. કોલકતા, ભારત – 177AQI
5. જગરેબ, ક્રોએશિયા- 173AQI
6. મુંબઈ, ભારત- 169AQI
7. બેલગ્રેબ, સર્બિયા- 165AQI
8. ચેંગદૂ, ચીન- 165AQI
9. સ્કોપજે, નોર્થ મેસેડોનિયા- 164AQI
10. ક્રાકો, પોલેન્ડ- 160AQI