રક્તદાન જીવતદાન જેવા સ્લોગનો ખુબ પ્રચલિત થયા છે જેમા એલોપેથી એ રક્ત અને યુરીન રિસર્ચ પર આધારિત પધ્ધતિની સારવાર પ્રચલિત બની છે જેમા બ્લડકેન્સરના વધતા કિસ્સાઓ લોકોના જીવ હરી રહ્યા છે ત્યારે નવસારીના એક હિરાના રત્નાકારે પોતાના સ્ટેમશેલ આપી 10 વર્ષની મુંબઈની બાળકને કેન્સરથી બચાવી છે.
150 રત્નકલાકારોની નોંધણી થયેલી
એપ્લાસ્ટીક એનીમીયા માનવશરીરમા છેલ્લા કેટલાક સમયથી વધતી બીમારીઓમાની એક છે જેની સારવાર ન કરવામા આવે તો લાંબા ગાળે બ્લડ કેન્સર થતુ હોય છે.નવસારીના પ્રકાશ પટેલ કે જેઓ એક સામાન્ય રત્નકલાકાર તરીકે કામ કરે છે તેમની કંપની મહેન્દ્ર બ્રધર્સ આયોજીત રકત સ્ટેમસેલ દાન અર્થે લોકજાગૃતિનો કાર્યકમ યોજવામાં આવ્યો હતો આ કાર્યકમમાં ચેન્નઈની દાંત્રી સંસ્થા સ્ટેમશેલ ડોનેશન કેમ્પ મારફતે 150 જેટલા રત્નકલાકારોએ પોતાની નોંધણી કરાવી હતી જેમાં એક લાખ લોકોની તપાસણી બાદ એક વ્યક્તિ સાથે સ્ટેમસેલ મેચ થતાં નવસારીના પ્રકાશ પટેલના સ્ટેમસેલ મુંબઈની 10 વર્ષની બાળા સાથે મેચ થયા બાદ લાંબી ચકાસણીઓ અને તપાસણી બાદ બાળાને સ્ટેમસેલ આપતા બાળાનો જીવ બચી ગયો છે. આમ દાંત્રી સંસ્થાનાં અંદાજીત 450 લાખ ઉપરાંત દાતાઓની સંખ્યા સાથે આંતરરાષ્ટ્રીય સ્તરે 91 મળી 572 જેટળી દાનની સુવિધા પૂરી પાડી છે.
સ્ટેમશેલ ડોનેશન મહત્વનું
એપ્લાસ્ટીક એનીમિયાના વેરી સિવિયર સ્ટેજમા સ્ટેમશેલ આપવાની જરુર પડે છે જેમા જોડીયા ભાઈ-બહેન ના સ્ટેમશેલ અથવા જન્મતી વખતે નાળમાથી સ્ટેમશેલ કાઢી બેન્કમા રાખીને અને અનરીલેટેડ ડોનર પાસેથી દાન તરીકે મેળવી શકાય. એપ્લાસ્ટીક એનિમીયા ના રોગમા દર્દીના લોહીમા રક્તકણો,ત્રાકકણો અને શ્વેતકણો બનતા બંધ થઈ જાય છે અથવા ઓછી માત્રમા બનતા હોવાથી દર્દીને બહારથી વારંવાર લોહી ચઢાવવાની જરુર પડે છે અને લાંબા ગાળે બ્લડ કેન્સર થતુ હોય છે જેમા 1 થી 15 વર્ષમા એકવાર સ્ટેમશેલ દ્વારા સારવાર થઈ શકે અથવા 60 વર્ષ બાદ સ્ટેમશેલ ડોનેશન દ્વારા એપ્લાસ્ટીક એનીમિયાના દર્દીની સારવાર કરી શકાય છે બ્લડ ડોનેશન બાદ સ્ટેમશેલ ડોનેશન મહત્વની બની ગયુ છે.
ઓળખ છૂપી રખાય છે
રક્તદાન જીવતદાન મહાદાન બની ગયુ છે જ્યારે સ્ટેમશેલ જીવનદાન બની ગયુ છે સ્ટેમશેલ ડોનેશન આપનાર અને લેનાર વ્યક્તિઓની ઓળખ છુપી રાખવામા આવે છે આપનારના પરિવારજનોના સમંતિ દ્વારા સમગ્ર પ્રક્રિયા એનજીઓના સહકારથી કરવામા આવે છે ખર્ચાળ ગણાતી સ્ટેમશેલ ડોનેશનની પધ્ધતિમા દર્દીની જીંદગી બચાવી શકાય છે પરંતુ લોકોમા જાગૃતિ મહત્વની બની ગઈ છે ત્યારે બ્લડ ડોનેશન બાદ સ્ટેમશેલ ડોનેશન બાબતે જાગૃતિ બ્લડકેન્સરના દર્દીઓના જીવ બચાવી શકાય તેમ છે.
લોહીના સ્ટેમસેલનું દાન ગર્વની વાત
એપ્લાસ્ટીક એનીમીયાના રોગની બાળાને જીવતદાન આપનાર નવસારીના પ્રકાશ પટેલે જણાવ્યું હતું કે અમારી કંપનીમા એનજીઓ દ્વારા સ્ટેમશેલ ડોનેશન કેમ્પ રાખવામા આવ્યો હતો જેમા મારા સ્ટેમશેલ એક બાળકી સાથે મેચ થયા હતા અને આપ્યા બાદ બાળાનો જીવ બચી ગયો છે મારા માટે ગર્વની વાત છે માટે તમામ લોકોએ પણ સ્ટેમશેલ ડોનેશન કરવુ જોઈ એ આ સરળ પ્રક્રિયા છે.
સ્ટેમશેલ આપવાની સરળ પ્રકિયા
મનોજ કહાર નવસારી ભાનુમતિ લેબોરેટરી અને પેથોલોજીસ્ટ ડો મનોજ કહારે જણાવ્યું હતું કે એપ્લાસ્ટીક એનિમીયામા દર્દીને રક્તકણો,ત્રાકકણો અને શ્વેતકણો બહારથી આપવામા આવતા હોય છે જે સરળ પ્રક્રિયા છે અને વિવિધ રીતે આપી શકાય છે એચએલએ મેચ થયા બાદ દર્દીને સ્ટેમશેલ મશીન દ્વારા આપવામા આવે છે આ સરળ પ્રક્રિયા છે આ બાબતે લોકોમા જાગૃતિ આવે તો દર્દીઓના જીવ બચી શકે છે.
સમાજના ઉત્થાન અર્થે લોકજાગૃતિ સાથે લોકસેવા એ પ્રભુસેવા
મહેન્દ્ર બ્રધર્સનાં જનરલ મેનેજર કરનલ મનુભાઈ ગુપ્તાએ જણાવ્યું હતું કે નવસારીમાં 1960મા મહેન્દ્ર બ્રધર્સની સ્થાપના કરવામાં આવી હતી આજે મહેન્દ્ર બ્રધર્સ નવસારીનું અંગ સાથે હજારો લોકોને રોજગારી મેળવવાનાં માધ્યમ સાથે 1985માં પરીખ ફાઉન્ડેશનની સ્થાપના કરી આરોગ્ય, શિક્ષણ, પશુ ચિકીત્સાલય અને રીલીફ કેમ્પ સાથે સમાજ ઉત્થાન અર્થે અનેક લોકજાગૃતિના કાર્યકમો સાથે અનેક સામાજીક સંસ્થાઓ સાથે કદમ મેળવી પાંજરાપોર, બાં હોસ્પિટલ અને મમતા મંદિરમાં પણ કાર્યરત રહી નવસારી પંથકમાં લોકકલ્યાણ કાર્ય કરવામાં આગેકૂચ કરી છે.