હવે એક સ્ટડી ગ્રુપમાં 21 વર્ષની યુવતીને નંબર લઈને તેને પરેશાન કરવાનો કિસ્સો સામે આવ્યો છે. યુવતીએ છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી પર આરોપ લગાવ્યો હતો કે, તે મોર્ફ્ડ તસવીરો શૅર કરી દેવાની ધમકી આપતો હતો અને સેક્સ ચેટ માટે કહેતો હતો. કવિનગર પોલીસ ચોકી ઈન્ચાર્જ મોહમ્મદ અસલમના જણાવ્યાનુસાર, અશ્લિલ ચેટ કરનાર વિદ્યાર્થી 12 વર્ષનો છે. પોલીસ સાઈબર સેલની મદદથી તપાસ કરી રહી છે.
પોલીસે જણાવ્યુ હતું કે, યુવતી અને આ છોકરો ટેલિગ્રામના એક જ ગ્રુપમાં હતાં. જેમાં અભ્યાસને લગતા મટિરિયલ્સ આપવામાં આવતા હતાં અને તે માત્ર વિદ્યાર્થીઓનું જ એક ગ્રુપ હતું. આ ગ્રુપમાંથી જ વિદ્યાર્થીએ તે યુવતીના ફોન નંબર મેળવ્યા હતાં. યુવતીના માતાપિતાએ જણાવ્યું હતું કે 7 મેના રોજ પહેલો મેસેજ આવ્યો હતો પરંતુ તે અભ્યાસ અંગેનો હતો. ફરિયાદમાં પણ એવું જ કહેવાયું છે કે મોટાભાગના મેસેજ તો અભ્યાસને લગતા હતાં પરંતુ અભ્યાસના બહાને આ વિદ્યાર્થી યુવતીની નજીક આવવા ઈચ્છતો હતો. 17 મેના રોજ યુવતીને કેટલીક અશ્લીલ મોર્ફ્ડ તસવીરો મળી, જે સોશિયલ મીડિયા પર વાયરલ કરી દેવાનું કહેવાયું હતું. મોર્ફ્ડ તસવીર મોકલી બ્લેકમેઈલ કરવાની કોશિશ 21 વર્ષની યુવતીએ પોતાની બીએસસીનો અભ્યાસ પૂરો કર્યો હતો અને સિવિલ સર્વિસ પરીક્ષાની તૈયારીઓ કરી રહી હતી.
આ યુવતીએ પોલીસને 18 સ્ક્રિનશોટ શૅર કર્યા છે. જ્યારે છોકરાએ એવો દાવો કર્યો છે કે તેનો ફોન હેક થયો હતો અને તેને આ મેસેજ અંગે કંઈ જ ખબર નથી. આ કિસ્સો એવા સમયે બહાર આવ્યો છે જ્યારે થોડા દિવસ પહેલા જ બોય્ઝ લોકર રુમનો વિવાદ પણ ખૂબ જ ચગ્યો હતો. મોર્ફ્ડ તસવીર મોકલીને વિદ્યાર્થીએ તેને ધમકી આપીને સેક્સ ચેટ કરવાનું પ્રેશર આપ્યું અને જો પરિવારને જણાવ્યું તો ફોટો વાયરલ કરી દેવાની પણ ધમકી આપી હતી. જોકે, યુવતીએ પરિવારને જણાવતા સમગ્ર હકીકત બહાર આવી હતી. 12 વર્ષના વિદ્યાર્થી પર આરોપ પોલીસના જણાવ્યાનુસાર શરુઆતની તપાસમાં એવું જાણવા મળ્યું છે કે આરોપીની ઉંમર 12 વર્ષ છે અને તે છઠ્ઠા ધોરણમાં ભણે છે. તે પણ એ જ ટેલિગ્રામ ગ્રુપના સ્ટડી ગ્રુપમાં જોડાયેલો છે. જેમાં આ યુવતી પણ છે. પોલીસે એ પણ ઉમેર્યુ હતું કે,’યુવતીએ જણાવ્યુ હતું કે તે ખૂબ જ ડરી ગઈ હતી. તેને લાગ્યું કે ક્યાંક છોકરો તેનો ફોન હેક કરીને તસવીરો શૅર ન કરી દે.
યુવતીના માતાપિતાએ પણ છોકરાને સમજાવવાની કોશિશ કરી હતી પરંતુ અસર ન થતાં આખરે તેમણે પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી હતી.’ ઓનલાઈન ક્લાસ દરમિયાન એલર્ટ રહે પેરેન્ટ્સ મનોચિકિત્સક ડોક્ટર સંજીવ ત્યાગીએ જણાવ્યું કે બાળકોના હાથમાં મોબાઈલ બેધારી તલવાર જેવો છે. તેમના પર નજર રાખવી પણ જરુરી છે. બાળક જ્યારે ઓનલાઈન ક્લાસમાં મોબાઈલનો ઉપયોગ કરી રહ્યો હોય ત્યારે તેના પર નજર રાખો. અભ્યાસ માટે એક જગ્યા નક્કી કરો જ્યાંથી તેમની પર જોઈ શકાય. આ ઉપરાંત બાળક જ્યારે એકલું હોય ત્યારે અચાનક જ રુમમાં પહોંચો. જો તેની આંગળીઓ ઝડપથી ચાલવા લાગે તો તમારે એલર્ટ થઈ જવાની જરુર છે. આવું હોય તો બાળક સાથે વાત કરો.