દેશના તમામ એરપોર્ટ અલર્ટ પર છે. જરૂરી ન હોય તો લોકોને મુસાફરી ટાળવાની સલાહ આપવામાં આવી છે. તેમ છતાં કોઈ કારણોસર તમારે મુસાફરી કરવાનું થઈ શકે છે. ફ્લાઇટ દ્વારા મુસાફરી કરતા લોકોએ આ સમય દરમિયાન વધુ ધ્યાન રાખવાની જરૂર છે. જો કે, ઘણી એરલાઈન્સનું કહેવું છે કે, તેઓ તેમની ફ્લાઈટ્સને સંપૂર્ણ રીતે સેનિટાઈઝ કરી રહ્યા છે, જેથી મુસાફરોને સંક્રમણથી દૂર રાખી શકાય. તેમ છતાં એરપોર્ટ પર કે ફ્લાઈટમાં કોરોના વાઈરસથી બચવા માટે અમુક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.
1: નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, એરપોર્ટ પર પહોંચતા પહેલા તમારે હેન્ડ સેનિટાઇઝર, ટીશ્યુ અને કેટલીક દવાઓ તમારા સામાનમાં રાખવી જોઈએ. તે ઉપરાંત, એકવાર તમે જે એરલાઇન મુસાફરી કરવા જઇ રહ્યા છો તેની ગાઈડલાઈન વાંચો. તમને સરકારની ટ્રાવેલ એડવાઈઝરી વિશે પણ ખબર હોવી જોઈએ.
2: એરપોર્ટ પર પહોંચ્યા બાદ વધારે સાવધાની રાખવી જરૂરી છે. ચેક ઈન કિયોસ્ક સ્ક્રીનથી દૂર રહેવું. બોર્ડિંગ પાસ ફોનમાં રાખો. તમે મુસાફરી કરી રહ્યા છો તે એરલાઇન્સની એપ રાખો. લોકોને સ્પર્શ કરવાનું ટાળો. મેટલ ડિટેક્ટર પર ઉઘાડા પગે ન ચાલવું.
3: એરપોર્ટ પર ખરીદદારી અથવા રેસ્ટરૉમાં ખાધા બાદ પેમેન્ટ માટે ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડનો ઉપયોગ ન કરવો. તમામ સ્માર્ટફોનમાં વર્ચ્યુઅલ વોલેટ એપ છે. આ એપ દ્વારા તમે પેમેન્ટ કરી શકો છો. આવું કરવાથી તમે લોકોના સંપર્કમાં આવવાનું ટાળી શકો છો.