અાજે સમગ્ર દુનિયામા વુમન્સ ડેની ઉજવણી થઈ રહી છે.આંતરરાષ્ટ્રીય સ્તર પર આપણો દેશ ટેક્નોલોજી, રમત-ગમતથી લઇને શિક્ષણના ક્ષેત્રમાં ખૂબ જ આગળ વધી ગયો છે. આ પ્રગતિમાં પુરુષોની સાથે મહિલાઓનું પણ તેટલું જ યોગદાન છે. આપણા દેશની મહિલાઓ પ્રગતિ કરી રહી છે અને તેઓ હજુ આગળ વધવા માંગે છે.
અાજે કેટલાંક એવા અધિકારો અંગે જણાવીએ જે ભારતીય બંધારણે મહિલાઓને આપ્યાં છે જેથી તેઓ પોતાનું આર્થિક, માનસિક, શારીરિક રક્ષણ કરી શકે.
સમાન વેતનનો અધિકાર, ઑફિસમાં થયેલા શોષણ વિરુદ્ધનો અધિકાર, નામ ન છાપવાનો અધિકાર, ઘરેલૂ હિંસા વિરુદ્ધનો અધિકાર, માતૃત્વ સંબંધી લાભ માટે અધિકાર, કન્યા ભ્રૂણ હત્યા વિરુદ્ધ અધિકાર, નિશુલ્ક કાનૂની સહાય લેવાનો અધિકાર, રાતના સમયે કસ્ટડીમાં ન રહેવાનો અધિકાર, ગરિમા અને શાલીનતા માટેનો અધિકાર, સંપત્તિ પર અધિકાર
અા તમામ બંધારણીય અધિકારો મહિલાને અાપવામાં અાવ્યા છે.