ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવને લઈ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી મોટું નિવેદન આવ્યું છે. જૈશના આતંકી કેમ્પ પર ભારતીય વાયુસેના દ્વારા કરાયેલી કાર્યવાહી બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે તંગદિલી વધી જવા પામી છે. આ દરમિયાનમાં ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તેમની પાસે ભારત-પાકિસ્તાન તરફથી સારા સમાચાર મળી રહ્યા છે. ન્યૂઝ એજન્સી રોયટરના જણાવ્યા અનુસાર અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે ભારત-પાકિસ્તાન તરફથી બહુ સારા મળ્યા છે.
દક્ષિણ કોરીયાના પ્રમુખ કિમ જોંગને મળ્યા બાદ ટ્રમ્પે જણાવ્યું કે બહુ જ ટૂંકા ગાળામાં સારા સમાચાર મળશે. પાછલા કેટલાક દિવસથી બન્ને દેશો વચ્ચે તણાવની સ્થિતિ છે. દક્ષિણ કોરીયાના નેતા કિમ જોંગ સાથે હનોઈમાં પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે ઉભા થયેલા તણાવને દુર કરવા માટે સંભાવના જાગી છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે જમ્મૂ-કાશ્મીરના પુલવામા ખાતે આર્મીના જવાનો પર આતંકી હુમલો થયો હતો અને તેમાં 50 જેટલા જવાનો શહીદ થયા હતા. આ ઘટના બાદ ભારતે પીઓકેના બાલાકોટમાં એર સ્ટ્રાઈક કરી જૈશે મહોમ્મદના આતંકી અડ્ડાઓને તબાહ કર્યા હતા. જ્યારે પાકિસ્તાને ભારતની સીમામાં ઘૂષણખોરી કરતા ભારતીય આર્મીએ તેમને ઉભી પૂંછડીએ ભગાડ્યા હતા. પાકિસ્તાની વિમાનનો પીછો કરતાં મીગ-21 ફાઈટર પ્લેનના પાયલોટ અભિનંદન વર્ધમાનને પાકિસ્તાને કૈદમાં લીધો છે. ભારતે પાયલોટને તાત્કાલિક છોડવા માંગ કરી છે.